જાણો શુકન અને અપશુકન વિશે, શું છે તેની હકીકત?

ઘરમાંથી જ્યારે કોઈ અગત્યના કામ માટે જવાનું હોય ત્યારે ઘરના વડિલો શુકન અપશુકનને ધ્યાનમાં રાખવાનું જરૂરથી કહેતા હોય છે. ઘરમાંથી બહાર નીકળતી વખતે પાછળથી કોઈ ટોકે, છીંક આવવી, બિલાડીનું દેખાવું કે પછી દૂધ ઢોળાવું. આવી ઘટનાઓને સામાન્ય રીતે અપશુકન તરીકે જોવામાં આવે છે.

કેટલીક એવી ઘટનાઓ પણ હોય છે જે શુભ સંકેત ગણાય છે. જેમકે ઘરમાંથી બહાર નીકળતી વખતે ગાય સામે આવે, કુંવારીકા કન્યા સામે આવે વગેરે. આ સિવાય પણ કઈ કઈ ઘટનાઓ છે જે શુકન અપશુકન દર્શાવે છે તે જાણી લો આજે તમે પણ.

જરૂરી કામ પર જતી સમયે જો કોઇ વ્યક્તિ તમને પાછળથી ટોકી દે તો જે કામ માટે તમે જઇ રહ્યા છો,તેમાં સામાન્ય રૂપે તમને અસફળતા હાથ લાગી શકે છે. કોઈને કોઈ વિઘ્ન આવે છે. જરૂરી કામ પર જતાં સમયે જો કોઇ પારિવારિક સભ્ય તમને ચા માટે પૂછે તો તે કાર્યમાં પણ તમને અસફળતા મળી શકે છે. માટે બહાર જતી વખતે કોઈને જમવાનું કે ચા પીવાનું ન કહેશો તેનાથી અપશુકન થાય છે.

કોઇપણ પારિવારિક સભ્ય જો મહત્વપૂર્ણ કાર્ય હેતુ ઘરથી બહાર નીકળી રહ્યો હોય અને તેના નીકળી ગયા પછી તરત જ જો ઘરમાં કચરો વાળવામાં આવે તો વ્યક્તિની સફળતા પર શંકા આવી શકે છે. મહત્વપૂર્ણ કામ પર જતા સમયે જો ઘરની બહાર કોઇ કૂતરૂ શરીર ખંજવાળતું જોવા મળે તો કાર્યમાં બાધા આવી શકે છે.

જો કોઇ પાળેલું કૂતરૂ તમારી ગાડીની અંદર સતત ભસ્યા કરે તો આ કોઇ ખરાબ ઘટના અથવા અકસ્માતનો સંકેત હોઇ શકે છે. જો પાળેલું કૂતરૂ પોતાના માલિકને યાત્રા જતા સમયે ચાટે કે લાડ કરે તો યાત્રા અશુભ થઇ શકે છે.

મહત્વપૂર્ણ કામ પર જતી વખતે બિલાડીનું રડવું અને લડવું અપશુકન માનવામાં આવે છે. બનતાં કાર્ય પણ બગડી શકે છે. જો કોઇ કાળી બિલાડી રસ્તો કાપે તો અપશુકન માનાવામાં આવે છે. વ્યક્તિના કામમાં બાધા આવી શકે છે.

બહાર જતાં સમયે બિલાડી મુખમાં કોઇ ખાવાની વસ્તુ દબાવતી જોવા મળે તો આ પણ અપશુકનનો સંકેત જ માનવામાં આવે છે. ઘરે જતાં સમયે બિલાડી ડાબી બાજુ જુવે તો શુભ અને જમણી બાજુ જુવે તો અશુભ ઘટના બને છે. સાંજે યાત્રા સમયે વાનર જોવા મળે તો યાત્રા સુખદ રહે છે.

કામ પર જતાં સમયે નોળિયો જોવા મળે તો આ સંકેત અતિશુભ માનવામાં આવે છે. મહત્વપૂર્ણ કાર્ય પર જતા સમયે જો ગાય વાછરડાને દૂધ પીવડાવતી જોવા મળે તો આ સંકેત અતિશુભ સંકેત માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer