જાણો શા માટે ભોજન કરતા પહેલા ભગવાનને ધરાવવામાં આવે છે થાળ

આપણે ત્યાં દરેક ઘરમાં ભગવાનને ચોક્કસ સમયે ભોગ ધરાવવામાં આવે છે કહેવાય છે કે ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. સાચા મનથી ભગવાનને ભોજન ધરાવો તો તે પ્રસાદ બની જાય તે વાત નક્કી જ છે. અન્ન તેવો ઓડકાર તમે જેવુ ભોજન લો તમારા વિચારો પણ તેવો જ ઘાટ પકડે તે નક્કી છે.

શ્રીમદ્ ભગવત ગીતામાં સ્વયં ભગવાને જણાવ્યું છે કે રોજ ભોજન કરતાં પહેલાં ભગવાનને ભોગ ધરાવવો જોઈએ. દરેક વ્યક્તિનું જીવન શ્રીકૃષ્ણ વિના નીરસ હોય છે. અનેક વર્ષોથી વિવિધ યોનીમાં ભટકતા જીવનો પરમ ઉદ્દેશ માત્ર એટલો છે કે તે શ્રીકૃષ્ણની સેવા-પૂજા કરે.શ્રીકૃષ્ણને જીવનની દરેક ક્રિયા કરી અને પ્રસન્ન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ ક્રિયાઓ માંથી જ એક છે ભગવાનને ભોગ ધરાવવો. ભગવાનને રસોઈ માંથી પહેલી થાળી ધરાવવાનો અર્થ તેમને સન્માન આપવાનો એક ભાવ છે.

શ્રીકૃષ્ણ કર્ણામૃત ગ્રંથ અનુસાર ભગવાન અભિન્ન છે. તેથી જરૂરી છે કે ઘરે બનતાં ભોજનનો ભોગ ભગવાનને ધરાવવામાં આવે. જો ભોજન લેતી વખતે તમે ઘરે હાજર ન હોય તો થાળીમાંથી પહેલું બટકું તોડો તે પહેલાં પ્રિય ભગવાનને સ્મરણ કરી લેવા જોઈએ. જો કે ભગવાનને એવો ભોગ ધરવાની મનાઈ હોય છે જેમાં લસણ, ડુંગળી, માંસાહારનો ઉપયોગ થયો હોય.

ભગવાનને ફળ, મીઠાઈ અને રોજ બનતું ભોજન વ્યવસ્થિત થાળીમાં પીરસીને ધરાવવું જોઈએ. આ ઉપરાંત જ્યારે પણ જમવા માટે થાળી લઈને બેસો ત્યારે ત્રણ વખત ‘શ્રીવિષ્ણુ, શ્રીવિષ્ણુ, શ્રીવિષ્ણુ’ નામનું સ્મરણ કરવું. આમ કરવાનો અર્થ થાય છે કે થાળીમાં રહેલું ભોજન તમે પહેલાં ભગવાનને અર્પણ કર્યું છે. આમ કરવાથી વ્યક્તિની બુદ્ધિ સુધરે છે તેમજ પ્રભુકૃપા પ્રાપ્ત થાય છે.

જ્યારે જ્યારે ભોગ ધરાવો મનમાં સ્મરણ કરો પ્રાણાયાય સ્વાહા, અપાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આમ કરીને ભોજન ધરાવશો તો ભગવાન જરૂરથી પ્રસન્ન થશે અને તમારી સાદી થાળી પણ પ્રસાદ બની જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer