મંગળનો તુલા રાશિમાં પ્રવેશ, આ રાશીના જાતકોને થશે લાભ

ગ્રહોના સેનાપતિ મંગળ ૨0 નવેમ્બર 2019 ના રાશિ પરિવર્તન કરી રહ્યો છે. મંગળનું આ રાશિ પરિવર્તન 2 કલાક 49 મિનિટે થશે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે. 25 ડિસેમ્બર સુધી મંગળ આ રાશિમાં બિરાજમાન રહેશે. આ પહેલા 25 સપ્ટેમ્બરે મંગળ કન્યા રાશિમાં હતો. ચાલો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન 12 રાશિઓ પર કેવી કરશે અસર.

મેષ રાશિ
સંપત્તિ ખરીદી શકશો. મોટો લાભ પ્રાપ્ત થશે. પાર્ટનર સાથે સહયોગ મળશે. નોકરી વેપારમાં પ્રગત્તિ થશે. આવકમાં વૃદ્ધિ થશે. બીજાના કામમાં દખલગીરી ન કરશો.

વૃષભ રાશિ
મનની ચંચળતા પર નિયંત્રણ રાખો. ઉતાવળા નિર્ણયથી થશે મોટુ નુકસાન. રોકાણમાં લાભ મળશે. યાત્રાના યોગ છે.

મિથુન રાશિ
કાર્યમાં અડચણ આવશે. આવકમાં ઘટાડો થશે. નોકરીમાં કાર્યમાં ભાર રહેશે. કારણ વગરના વિવાદો થશે. તકરારથી બચજો. દુખદ સમાચાર મળશે. નકારાત્મક્તા વધશે. વેપારથી સંતોષ પ્રાપ્ત થશે. પાર્ટનર સાથે મતભેદ થાય તેવા યોગ. ઉતાવળા નિર્ણયો ન કરશો નહીંતો પાછળથી પસ્તાશો.

કર્ક રાશિ
પાર્ટી અને પિકનિકની યોજના થશે. મિત્રો સાથે સમય વિતાવી શકશો. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો. બૌદ્ધિક કાર્યમાં સફળતા મળશે. માર્ગદર્શન મળતા રસ્તો ખુલશે. નોકરીમાં અનુકુળતા રહેશે. વાણી પર નિયંત્રણ રાખો. શત્રુઓ સક્રિય જીવનસાથીની તબિયત સંભાળવી.

કન્યા રાશિ
પ્રયાસ સફળ થશે. કોઈ કાર્યમાં સમસ્યાઓ દૂર થશે. મિત્રોનો સહયોગ રહેશે. કર્મમાં સફળતા પ્રાપ્ત થશે. સામાજીક પ્રતિષ્ઠા વધશે. વેપારમાં નુકસાન થશે.

તુલા રાશિ
નોકરીમાં તકલીફ રહેશે. પાર્ટનર સાથે મતભેદ રહેશે. આવકમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ
ઉત્તેજના પર નિયંત્રણ રાખો. જીવનસાથી સાથે સહયોગ મળશે. મુસાફરીના યોગ છે. ભાગ્યનો સાથ મળશે. લોટરી કે સટ્ટાના ચક્કરમાં ન પડશો.

ધનુ રાશિ
નવી યોજના બનશે. સામાજીક કાર્યમાં સફળતા મળશે. સુખ સાધન મેળવી શકશો. નોકરીમાં વર્ચસ્વ મેળવી શકશો.

મકર રાશિ
સતત ચિંતાઓના વાદળા ઘેરાશે. આંખોની તકલીફ રહેશે. લેવડ-દેવડમાં સાવધાની રાખો. કોઈ માગે તો જ સલાહ આપશો.

કુંભ રાશિ
ક્રોધ કે ઉત્તેજના પર નિયંત્રણ રાખો. વિવાદ ન વધે તે જોજો. જૂનો અસાધ્ય રોગ માથુ ઉચકશે. વાહન ચલાવતા ધ્યાન રાખવું. મિત્ર મદદે આવશે. આવકના સ્ત્રોત વધશે.

મીન રાશિ
આત્મશાંતિ વધશે. કોર્ટ કચેરીના ચક્કરથી દૂર જ રહેજો. લાભના અવસર પ્રાપ્ત થશે. સામાજીક કાર્યક્રમનો ભાગ બની શકશો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer