જાણો શા માટે ભગવાન શિવ વાઘની ખાલ ધારણ કરે છે ?

દરેક દેવી દેવતાઓ માં ભગવાન શિવના કપડા અને તેમની સ્ટાઇલ સૌથી અલગ છે. જ્યાં દરેક દેવી દેવતાઓ સુંદર આભુષણ ધારણ કરે છે ત્યાં ભગવાન શિવ વાઘની ખાલ લપેટે છેદ અને ભસ્મ લગાવે છે. તેમના આભૂષણો નાગ ના હોય છે. અને માથા પર ગંગા અને ચંદ્ર વાસ કરે છે. તેમની જટા લાંબી છે અને મહિલાઓ થી દુર તેઓ કૈલાસ પર્વત પર બરફ માં નિવાસ કરે છે.

શા માટે ધારણ કરે છે તેઓ વાઘની ખાલ:

આપને જેટલા પણ ભગવાન શિવ ની તસ્વીર મજોઇએ છીએ તે દરેક માં ભગવાન શિવ વાઘની ખાલ લપેટેલા જોવા મળે છે. અને તેથી જ શિવ ને વાઘામ્બર પણ કહેવામ આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે તેની પાછળનું કારણ? શિવપુરાણ માં એક કથા દ્વારા જાણવામાં આવ્યું છે તેનું કારણ.

શિવ પુરાણની કથા:
એક વાર ભગવાન શિવ આ ધરતી પર ભ્રમણ માટે આવ્યા હતા. અને દરેક જગ્યા એ આમ તેમ ફરતા હતા. ફરતા ફરત તેઓ એક ઋષિના આશ્રમ પાસેથી પસાર થયા. એ રસ્તા પર ઋષિની પત્નીઓ એ શિવજીના દર્શન કર્યા ભગવાન શિવ નિર્વસ્ત્ર જ હતા. ઋષીઓ ની પત્નીઓ તેના આ રૂપથી મોહિત થઇ ગઈ અને તેમનું ધ્યાન ભટકવા લાગ્યું. અને આ વાત ઋષીઓ ને ખબર પડી તો તેને એ નિર્વસ્ત વ્યક્તિને સબક શીખવવા નું નક્કી કર્યું.

તેમણે આગળ એ રસ્તા પર એક ખાડો ખોદયો અને તેમાં એક વાઘને બેસાડ્યો. તેમણે વિચાર્યું કે આ વ્યક્તિ આ ખાડા માં પડશે અને વાઘ તેનો શિકાર કરી લેશે. તેમણે જેવું વિચાર્યું એવું જ થયું અને ભગવાન શીવ ખાડામાં પડ્યા. પરંતુ થોડી જ વાર માં એ વાઘને મારીને તેનું ચામડું પોતાના શરીર પર વીંટાળીને બહાર આવ્યા. સાધુ સંતો સમજી ગયા કે આ વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ નથી. તેમણે તેને પ્રણામ કર્યા અને અને તેમનો પરિચય માંગ્યો. ત્યારે એમને ખબર પડી કે આતો દેવો ના દેવ મહાદેવ છે. શિવજી એ ત્યારથી જ વાઘની ખાલ પહેરવાનું ચાલુ કર્યું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer