વૈશાખ મહિનાની પૂર્ણિમા પર કુર્મ જયંતી નું પર્વ માનવામાં આવે છે. કુર્મ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે કાચબો. ધર્મ ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો હતો. અને સમુદ્ર મંથનમાં સહાયતા કરી હતી.
કુર્મ અવતાર ભગવાન વિષ્ણુના પ્રસિદ્ધ અવતારો માંથી બીજો અવતાર છે. કુર્મ અવતારની કથા: સનાતન ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર દેવતાઓ અને અસુરો ને પોતાની શક્તિનો અહેસાસ વધારવો હતો.
બંનેને ખુબજ સારી રીતે ખબર હતી કે ક્ષીર સાગર માં અત્યંત દુર્લભ અને શક્તિશાળી વસ્તુઓ છે જે માંન્થાનથી પ્રાપ્ત થઇ શકે છે. તેના માટે ના તો એકલા દેવતા કાબિલ હતા કે ના એકલા અસુરો સમુદ્ર મંથન કરી શકવા માટે સક્ષમ હતા.
બંનેએ એકબીજાનો સાથ આપવાનો અન સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો નિર્ણય લીધો. આટલા મોટા સમુદ્ર મંથન માટે દરેક વસ્તુઓ પણ મહા શક્તિ શાળી હોવી ખુબજ જરૂરી હતી. તેથી મથની માટે મંદરાચલ પર્વતને અને નેતિ માટે વાસુકી નાગનો પ્રયોગ કર્યો હતો.
પરંતુ ધુરી માટે શેનો ઉપયોગ કરવો એ દરેક માટે ખુબજ મોટો પ્રશ્ન હતો. આટલા મોટા મંદરાચલ પર્વતની ધુરી બનવા માટે ભગવાન વિષ્ણુ એ એક ખુબજ મોટા અને શક્તિશાળી કાચબાનો અવતાર લીધો અને પછી બંને તરફ થી દેવતાઓ અને દાનવો સમુદ્ર ને મથવા લાગ્યા.
આ રીતે સમુદ્ર મંથનનું કાર્ય પૂર્ણ કરવા ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર ધારણ કર્યો. કુર્મ જયંતી પૂજા વિધિ : આપને જાણીએ જ છીએ કે વિષ્ણુ ભગવાનના બે અવતાર કુર્મ અને બુદ્ધ જન્મ્યા હતા તેથી મુખ્યરૂપે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે પૂજા કરવાથી સંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. અને વિષ્ણુ ના પરમ ધામની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સવારે જલ્દી ઉઠી નિત્ય ક્રમ માંથી પરવારી વિષ્ણુ પૂજા નો સંકલ્પ કરવો જોઈએ. જો તમારી પાસે ઘરના મંદિરમાં અષ્ટ ધાતુ ની કાચબાની મૂર્તિ છે તો એ સૌથી શ્રેષ્ઠ રહેશે.
જો અષ્ટ ધાતુની કાચબાની મૂર્તિ ના હોય તો તે આ દિવસે ખરીદવી. આ દિવસે તેને ખરીદવી ખુબજ શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખવું આને હંમેશા પાણી ભરેલા અષ્ટ ધાતુના પાત્રમાં જ રાખવું. ત્યાર બાદ હાથમાં જળ. ફૂલ તેમજ ચોખા લઇ સંકલ્પ લેવો.
અને એ દિવસ, વાર તિથી અને એ જગ્યાનું નામ લઈને પોતાની ઈચ્છા બોલવી. હવે હાથમાં લીધેલા પાણી ને જમીન પર છોડી દેવું. ભગવાન વિષ્ણુ ને ભોગ લગાવી, માળા, ધૂપ અર્પિત કરવું. ઓમ જાય જગદીશ હરે આરતી બોલવી.