શું તમે જાણો છો કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં ગણેશજીને શા માટે પૂજવામાં આવે છે? આવી રીતે બન્યા પ્રથમ પૂજનીય 

આપણે બધા જાણીએ છીએ કે આપણા બધા મંગળ કામો માં આપણે સૌથી પહેલા ભગવાન ગણેશ ની પૂજા કરીએ છીએ. એને નિમંત્રણ આપીએ છીએ અને આપણા બધા કામ ને નિર્વિઘ્ન સંપન્ન કરવા ની વિંનતી કરીએ છીએ.

એને સૌથી પહેલા પૂજવા વાળા દેવતા નું વરદાન મળેલું છે.એની પાછળ બે કથાઓ જોડાયેલી છે. પહેલી કથા : આ કથા માં કહેવામાં આવ્યું છે કે આને આ વરદાન એના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતીથી પ્રાપ્ત થયું છે.

એમણે એમના માતૃ પિતૃ ભક્તિ અને સેવામાં એને જ એમના સર્વશ્ય માનીને પરીક્રમ કરી. આવી ભક્તિ અને સેવા જોઇને એને પ્રથમ પૂજાય થવાનું વરદાન આપી દીધું. વિસ્તારથી પૂર્ણ કહાની :

બ્રહ્માજી જયારે ‘દેવતાઓ માં કોણ પ્રથમ પૂજ્ય થાય’ એનો નિર્ણય કરવા લાગ્યા. ત્યારે એ નક્કી કરવામાં આવ્યું કે જે પૃથ્વી-પ્રદક્ષિણા સૌથી પહેલા કરીને આવશે તે જ સૌથી પહેલા પૂજ્ય માનવામાં આવશે.

ગણેશજી નો સૌથી નાનો ઉંદર કેવી રીતે સૌથી આગળ દોડશે. પરંતુ તે હતા બુદ્ધિમાન દેવતા. એમણે વિચાર્યું અને એમના પિતા અને માતા ભગવાન શંકર અને પાર્વતીજી ની પ્રદક્ષિણા કરવા લાગ્યા. એના માટે એના માતા-પિતા જ હતા.

એમણે સાત પ્રદક્ષિણા કરી લીધી. શિવજીનું હ્રદય આ જોઇને ગદગદ થઇ ગયું અને આકાશથી ફૂલોની વર્ષા થવા લાગી. સ્વભાવિક છે ભગવાન ગણેશ શેષ દેવતાઓથી સૌથી પહેલા પહોંચે. એની આ બુદ્ધી જોઇને ભગવાન બ્રહ્મા એ એને પ્રથમ પૂજ્ય બનાવ્યા.

બીજી કથા : આ કથા માં કહેવામાં આવ્યું છે કે જયારે શિવ એ ગણેશ નું માથું કાપ્યું હતું ત્યારે માં પાર્વતી અત્યંત રિસાઈ ગઈ હતી. ત્રણેય લોકોમાં ત્રાહિમામ થઇ ગયો હતો. બધા દેવી દેવતા કૈલાશ પર એકત્રિત થઇ ગયા.

એમાંથી શિવજી એ એમના પુત્ર ને પુણ્ય જીવિત કરવાની માંગણી કરી લીધી. શિવ આદેશ પર ગણેશજીના કપાયેલા માથા ની જગ્યા એ હાથ ના બચ્ચાનું માથા લગાડવામાં આવ્યું

અને ગણેશજી ફરીથી જીવિત થઇ ગયા. ત્યારે બધા દેવી દેવતાઓ એ એને લાડ કર્યા અને અલગ અલગ પ્રકારના વરદાન આપ્યા. એમાંથી એક વરદાન પ્રથમ પૂજ્ય હોવાનું પણ ગણપતિ ને પ્રાપ્ત થયું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer