કોરોનાની વેક્સીન લેવા માટે હવે જરૂરી નથી ઓનલાઈન રજીસ્ટ્રેશન, પરંતુ ગુજરાત માટે લાગુ પાડ્યો અલગ નિયમ..

કોરોના મહામારીને નાથવા ચાલી રહેલી વેક્સિન ઝુંબેશમાં વધુ એક નવી સુવિદ્યા આપવામાં આવી છે. 18 થી 44 વર્ષની વયના લોકોએ હવે કોરોના રસી લેવા માટે ઓનલાઇન નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં.

એટલે લોકોને સ્લોટ બુક કરવાના ઝંઝટમાંથી મુક્તિ મળી છે. હવે ૧૮થી ૪૪ વર્ષના લોકો માટે ઓન સાઇટ રજિસ્ટ્રેશનની સુવિદ્યા ઉપલબ્ધ રહેશે. આ વયવર્ગના લોકોના વેક્સિનેશન માટે હવે ઓનસાઇટ રજિસ્ટ્રેશન પણ થશે.

જોકે, રસી આપતા પહેલા Cowin.gov.in પર સ્થળ પર નોંધણી કરાશે. ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ લોકોને વેક્સિન મળી રહે તે માટે આ એક અગત્યનું પગલું કહી શકાય.

એટલે કે, આ વર્ગના લોકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિદ્યા તો રહેશે જ, પણ સાથે લોકો ઓફલાઇન પણ વેક્સિનેશન સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકશે.

એટલે કે લોકો હવેથી બંને લાભ મેળવી શકશે સ્થળ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે અને ઓનલાઈન દ્વારા પણ કરી શકશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આદેશ આપ્યો છે કે આ 18 થી 44 વય જૂથના લોકો રસીકરણ કેન્દ્રો પર પહોંચીને સીધી રસી મેળવી શકશે તેથી તેમને હાલાકીનો સામનો નહીં કરવો પડે.

ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિદ્યા શરૂ કરવામાં આવી કારણ કે આના લીધે જેનાથી રસીનો બગાડ રોકી શકાય. એટલે કે, જો ઓનલાઇન થય ગયુ છે રજિસ્ટ્રેશન દ્વારા એટલા લોકો પહોંચી રહ્યાં નથી અને વેક્સિનના ડોઝ ઉપલબ્ધ તો છે પણ રજિસ્ટર્ડ લોકોને વેક્સિન આપી શકાય છે.

પરંતુ ગુજરાત માટે ખરાબ સમાચાર છે કારણ કે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા હાલ પૂરતી ગુજરાતમાં લાગુ નહીં કરવામાં આવે.

તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયામાં સ્લોટ બુક કરાવીને રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા ગુજરાત રાજ્યમાં કંટીન્યુ કરવામાં આવશે. રાજ્ય સરકારે હાલ પૂરતી વેબસાઇટ અને એપ દ્વારા ચાલી રહેલી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer