બોલીવુડ ના મોટા સ્ટાર્સ એ પોતાની સરકારી નોકરી છોડીને એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો

બોલિવૂડમાં ચમકવા માટે ઘણા લોકો પોતાની કિસ્મત અજમાવવા હોય છે. ઘણા લોકો પોતાનું બધું જ છોડીને અહીંયા રિસ્ક લેવા માટે આવી જતા હોય છે. તો ઘણા લોકો પોતાનું બધું જ દાવ પર લગાવી દેતા હોય છે. તો આમાંથી ઘણા ને સફળતા મળી પણ જતી હોય છે. પરંતુ ઘણા લોકો ને ફક્ત નિરાશા જ હાથ લાગતી હોય છે. લાખ મહેનત કર્યા પછી પણ તેઓને કંઈ જ વધુ મળતું હોતું નથી.

આવા જ ઘણા અભિનેતાઓ છે, જેઓએ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની કિસ્મત ચમકાવવા માટે પોતાની સરકારી નોકરીઓ પણ છોડી દીધી હતી. તેઓએ બધા જ એશોઆરામ છોડીને ખૂબ જ મહેનત કરી અને પોતાનું નામ બનાવ્યું હતું.

દેવ આનંદ :- દેવ આનંદની દીવાનગી ચારો તરફ ફેલાયેલી હતી. તેઓ નો અંદાજ અને સ્ટાઇલના ઘણા લોકો દીવાના હતા. દેવ આનંદ ફિલ્મમાં આવ્યા પહેલા સરકારી નોકરી કરતા હતા. દેવાનંદ પાસે ભારતની સેના માં સરકારી નોકરી હતી. ફિલ્મોમાં લગાવવા વાળા દેવાનંદ હીરો બનવા માટે પોતાની સરકારી નોકરી છોડીને મુંબઈ આવી ગયા હતા. મુંબઈ આવ્યા પછી તેઓની પાસે ફક્ત 30 રૂપિયા જ હતા. તેઓએ રેલવે સ્ટેશન પાસે સસ્તામાં એક રૂમ લીધી હતી. મુંબઈમાં તેઓને 165 રૂપિયા માસિક વેતન પર મિલિટરી ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી ગઇ હતી.

રાજકુમાર :- રાજકુમાર એવા એક્ટરમાં સામેલ હતા જેઓ એ પોતાના વધુ એટીટ્યુડ માટે ઓળખાતા હતા. તેઓ ના ડાયલોગ પણ તેઓની જેમ જ ભારે અને એક્યુટ વાળા હતા. તેઓએ પોતાની એક્ટિંગ અને અવાજના લીધે એક અલગ જ ઓળખ બનાવી હતી. તેઓનું બોલેલું તકિયા કલામ જાની આજે પણ લોકો ના દિલ માં જીવંત છે. અભિનેતા રાજકુમાર નું સાચું નામ કુલભૂષણ પંડિત હતું અને તેઓને તેના નજીકના લોકો પ્રેમથી જાની નામથી બોલાવતા હતા. રાજકુમાર 1940 ના રોજ મુંબઈ આવ્યા પછી પોલીસમાં સબ ઇન્સ્પેકટર ના પદ પર હતાં. તેઓએ વર્ષ ૧૯૫૨માં પોલીસની નોકરી છોડીને બોલિવૂડમાં એન્ટ્રી લઇ લીધી હતી.

અમરીશ પુરી :- અમરીશ પુરી થી સારો વિલન કોઈ આવ્યો જ નહીં હોય. અમરીશ પુરી એ બોલિવૂડમાં મોગેમ્બો નામ ના પાત્રને ભજવ્યું હતું. અમરીશ પુરી કર્મચારી વીમા નીગમ માં કામ કરતા હતા. અમરીશ પુરીએ લગભગ એકવીસ વર્ષ સુધી સરકારી નોકરી કરી હતી અને પછી તેઓ ને ફિલ્મોમાં આવવાનો મોકો મળ્યો હતો. વર્ષ 1971 માં અમરીશ પુરી ની ફિલ્મ રેશમા ઔર શેરા આવી હતી. અહીંથી તેઓના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ચાચી 420, દામિની, ગર્દિશ, ગદર, ઘાતક, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, મિસ્ટર ઈન્ડિયા જેવી તમામ ફિલ્મો તેઓએ કરી હતી.

જોની વોકર :- અભિનેતા જોની વોકર પોતાના ની કોમેડી અંદાજ ને લઈને લોકોને ખૂબ જ હસાવતા હતા. તેઓના પાત્ર આજે પણ લોકોને યાદ છે. જોની વોકર નું સાચું નામ બદરુદ્દીન કાજી હતું. તેઓના પિતા મજદૂર હતા અને તેમના ગુજરી ગયા પછી તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈ આવી ગયા હતા. મુંબઈમાં તેઓને બસ કંડકટર ની નોકરી મળી હતી. એકવાર બસમાં બલરાજ સાહની ની નજર જોની વોકર પર પડી. અને તેઓએ નિર્દેશક ગુરુદત્તને જોની વોકર વિશે જણાવ્યું હતું. જોની વોકર એ ગુરુદત્ત ની સામે એક શરાબી ની નકલ કરી હતી. બસ ત્યારથી જ તેઓ ની ગાડી ચાલી નીકળી હતી.

શિવાજી સાતમ :- શિવાજી સાતમ નામથી કંઇ સમજમાં ન આવી રહયું હોય તો થોડાક પાછળ જાઓ. તમને સીઆઇડીમાં જોવા મળતા એસીપી પ્રદ્યુમન ની ખબર તો હશે જ. અભિનેતા શિવાજી સાતમ એ ઘણાં ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે, તેઓએ રાની મુખરજી, સંજય દત્ત, નાના પાટેકર અને ઘણા કલાકારો સાથે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ શું તમને ખબર છે કે શિવાજી સાતમ તેની પહેલા એક બેંકમાં કેશિયર નું કામ કરતા હતા. તેઓને નોકરી સરકારી બેંકમાં હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer