ભારતમાં ગયા વર્ષમાં કોરોના મહામારી ના ચાલતા દેશભરમાં ખૂબ જ લાંબું લોક ડાઉન સરકાર દ્વારા લગાવવામાં આવ્યું હતું. લોક ડાઉન ને લગભગ એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. આ સમય દરમ્યાન સૌથી વધારે કઠણાઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને ભોગવવી પડી હતી. ગરીબ અસહાય અને મજદૂરો ની આના ચાલતા ખૂબ જ હાલત ખરાબ થઇ ગઇ હતી. લાખો ની સંખ્યા માં આવા ઘણા લોકો માટે અભિનેતા સોનુ સુદ દેવદૂત બનીને સામે આવ્યા હતા.
લોક ડાઉન અને કોરોના મહામારી ના સમય દરમિયાન સોનુ સૂદે ઘણા લોકોને ખૂબ જ મદદ કરી હતી. અભિનેતાએ પોતાના પૈસાથી દેશભરના ખૂણા ખૂણા માં લોકોને તેના ઘર સુધી સહી-સલામત પહોંચાડ્યા હતા. સોનુ સુદ અત્યારે પણ લોકોની મદદ કરી રહ્યા છે. અભિનેતા લગાતાર તેના ચાલતા સન્માન પણ મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ ને પોતાના પર ગર્વ કરવા વાળા ઘણા લોકો જોવા મળ્યા છે. અને ફરિએક વાર એક ખૂબ જ મોટું અને ખાસ સન્માન મળ્યું છે.
અલબત્ત અભિનેતા સોનુ સૂદ ને અત્યારે ઘરેલુ ઉડાન કંપની સ્ટાઇસ જેટ તરફ થી મોટું અને ખાસ સન્માન આપવામાં આવ્યું છે. અભિનેતા ના સેવાભાવ ને જોઈને સ્પાઇસ જેટ એ તેઓ નો એક ફોટો પોતાના પ્લેન પર લગાવ્યો હતો. અને તેને ખાસ અંદાજમાં સલામ કરી હતી. આ ફોટો સોશિયલ મીડિયા પર આવવાની સાથે જ ખૂબ જ ઓછા સમયમાં વધારે વાયરલ થયો હતો. ચાહકો વચ્ચે ફરી એકવાર જબરજસ્ત અંદાજમાં સોનુ સુદ ચર્ચાનો વિષય બન્યા હતા.
બોઇંગ 737 વિમાન પર લાગ્યો સોનુ સુદનો ફોટો :- અત્યાર સુધી સોનું સૂદ ને પોતાના આ બેહતરીન કામ માટે દેશ-દુનિયા ભરથી ખૂબ જ તારીફ અને સન્માન મળી રહ્યું છે. સાચા સન્માનની જેમ જ સોનું સુદ માટે આ સન્માન ખૂબ જ ખાસ છે. ગૌરવની વાત છે કે સ્પાઈસ જેટે સોનું સુદ ને સન્માનિત કરવા માટે પોતાના બોઈંગ 737 વેપારમાં પર તેનો ખૂબ જ મોટો ફોટો લગાવ્યો છે. વિમાન પર આ ફોટા સાથે લખ્યું છે કે મસિહા સોનુ સૂદ ને સલામ. જણાવી દઈએ કે આ રીતે ફરી એકવાર ચાહકો માટે સોનુ સુદ મુરીદ થયા છે. અને આ ફોટો જોત જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ જલદીથી વાયરલ થયો છે.
સોનુ સુદ એ માન્યો આભાર :- સોનુ ને જ્યારે આ વાતની જાણકારી મળી. તો તેઓ ખૂબ જ ખુશ નજર આવ્યા હતા. તેઓએ સ્પાઇસ જેટ નો આભાર માન્યો હતો. સોનુ એ સોશિયલ મીડિયા પર કંપની નો આભાર માન્યો હતો અને પોતાના અધિકારક ટ્વીટર અકાઉન્ટ થી ટ્વિટ કરીને લખ્યું હતું કે તેઓ મોંગા થી મુંબઈ પહેલીવાર સામાન્ય દર્જા ની ટિકિટ લઈને આવ્યા હતા. તમારા બધાના પ્રેમ માટે આભાર હું મારા માતા-પિતાને ખૂબ જ યાદ કરી રહ્યો છું.
Remember coming from Moga to Mumbai on an unreserved ticket.
Thank you everyone for all the love. Miss my parents more. @flyspicejet pic.twitter.com/MYipwwYReG— sonu sood (@SonuSood) March 20, 2021
જણાવી દઈએ કે સોનુ સૂદ માટે ચર્ચા મા રહેવું એ ખૂબ જ સામાન્ય વાત છે તેઓ કોઈના કોઈ રીતે લોકોની મદદ કરતા હોય છે. ગયા દિવસોમાં અભિનેતાએ સોશિયલ મીડિયા પર પંજાબ ના મોગા થી એક વિડીયો મોકલ્યો હતો. વીડિયોમાં એક્ટરે જણાવ્યું હતું કે તેઓના ગૃહનગર પંજાબના મોગા માં તેઓની સ્વર્ગીય માતા સરોજ સુદ ના નામ પર એક સડકનું નામ રાખવામાં આવ્યું છે.
સોનુ સૂદ એ વિડીયો અડધી રાતે બનાવ્યો હતો અને તેને શેર કરતા લખ્યું હતું કે આ મારા માટે ખૂબ જ ખાસ જગ્યા છે. મારી માતા પ્રોફેસર સરોજ સુદ ના નામ પર આ સડક નું નામ રાખવામાં આવ્યું છે. મેં મારું આખું જીવન આ સડક પર ચાલી ને વિતાવ્યું છે. મારુ ઘર પેલી તરફ છે અને અહીંયા થી હું મારી શાળાએ જતો હતો. મારા પિતાજી પણ અહીંયા થી ચાલતા હતા. આ રોડ પરથી મારી માતા પણ ચાલતી હતી. જ્યારે તેઓને કોલેજ જવાનું હતું.