મોટી પુત્રીને કિસ કરવા પર ટ્રોલ થયો હતો આ ડાયરેક્ટર, હવે કહી રહ્યો છે કે નાની પુત્રીના લગ્ન નહીં થવા દઉં

આ સમયે બોલિવૂડમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ચાલતા દિવસોમાં કોઈને કોઈ અભિનેતાઓ પોતાના લગ્નની ખબરો આપી રહ્યા છે. આ વચ્ચે બોલીવૂડના સૌથી મશહુર કપલ ની પણ પોતાના લગ્નની ખબરો વાયરલ થઈ રહી છે. અહીંયા અમે વાત કરી રહ્યા છીએ હેન્ડસમ મેન રણવીર કપૂર અને માસૂમિયત અને સુંદરતા થી ભરેલી આલિયા ભટ્ટ વિશે. તેઓ બંને ના ચાહકો પણ તેઓનાં લગ્ન ની રાહ જોઈ રહ્યા છે.

આ બંનેના લગ્નની ખબર વચ્ચે મહેશ ભટ્ટ એ બયાન આપ્યું છે કે આલિયાના પિતા મહેશ પણ નથી ચાહતા કે આલિયા આટલી જલ્દી લગ્ન કરી લે. ખબર નું માનીએ તો મહેશ ભટ્ટ પોતાની દીકરીઓને લઇને ખૂબ જ ભાવનાત્મક છે. તેઓ પોતાની દીકરીઓને પોતાનાથી દૂર કરવા માંગતા નથી. તેની સાથે જ તેઓ આલિયા ના લગ્નને લઈને ખૂબ જ ઈમોશનલ છે. તેઓ આલિયાને અત્યારે પોતાની પાસે રાખવા માંગે છે.

આ વાતનો ખુલાસો ખુદ આલિયાએ પોતે પોતાના એક ઇન્ટરવ્યુંમાં કર્યો હતો. આલિયાએ કહ્યું હતું કે તેના પપ્પા તેઓની ખૂબ જ ચિંતા કરે છે. જો તેનું ચાલે તો તેઓ ક્યારેય તેના લગ્ન થવા ના દે. તે આલિયા ના કહેવા મુજબ તેઓના પિતા ઘણી વાર તેઓને વોશરૂમમાં બંધ કરવાની ધમકી પણ આપે છે.

આલિયા એ આગળ જણાવ્યું હતું કે તેના લગ્નની વાત આવતાની સાથે જ તેના પિતા તેઓને કહે છે કે તે મને વોશરૂમમાં બંધ કરી દેશે. પરંતુ ક્યારેય પોતાની આંખો થી દુર થવા નહીં દે. આલિયા ના પપ્પા તેઓને કહે છે કે તે ક્યારેય આલિયાને તેની આંખો થી દુર નહી થવા દે, તેઓ અમારા લગ્ન કરવા માંગતા નથી. કારણ કે તેઓને ડર છે કે અમે તેનાથી દૂર ચાલ્યા જશું.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ આલિયા ભટ્ટે પોતાનો 28 નો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓની આ બર્થ-ડે પાર્ટીમાં બોલિવૂડના સિતારાઓ શામેલ થયા હતા. આલિયા ના બડે પર આ પાર્ટીનું આયોજન ફિલ્મ મેકર કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, અયાન મુખર્જી, અર્જુન કપૂર, મલાઈકા અરોરા જેવા સેલિબ્રિટી સામેલ થયા હતા. આ પાર્ટીમાં તેના બોયફ્રેન્ડ અને અભિનેતા રણવીર કપૂર નહોતા કારણ કે તેઓને કોરોના પોઝિટિવ છે.

અભિનેત્રી આલિયા ના કામ વિશે વાત કરીએ તો તેઓ જલ્દી RRR માં જોવા મળશે. આ ફિલ્મ ને બાહુબલી ફિલ્મ ડાયરેક્ટર આર એસ રાજ મૌલી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ દરમિયાન આલિયા નો પહેલો લુક સામે આવી ગયો છે. આ ફિલ્મમાં આલિયા પોતાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા લુક આઉટ થયો છે તેમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયાની સાથે આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અજય દેવગન અને રામચરણ પણ ખુબ જ ખાસ કિરદાર માં જોવા મળશે.

આ ફિલ્મ સિવાય આલિયા પોતાની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં પણ કામ કરી રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન, રણવીર કપૂર, મોનીરોય અને નાગાર્જુન ખાસ પાત્ર ભજવતા જોવા મળશે. એના સિવાય આલિયા ની પાસે ઘણી વેબ સીરીઝ પણ છે તમને જણાવી દઈએ કે આલિયાએ કહ્યું હતું કે તે જ્યારે ફક્ત ૧૧ વર્ષની હતી તે સમયે જ્યારે તેણે પહેલીવાર રણવીર કપૂર ને જોયા હતા ત્યારથી જ તે તેને ચાહવા લાગી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer