બુધ પહોંચ્યા વૃશ્ચિક રાશિમાં, જાણો કઈ રાશિ પર થશે કેવી અસર

બુધ ગ્રહ 23 ઓક્ટોબરે રાત્રે 11 કલાક 12 મિનિટ પર તુલા રાશિથી નીકળીને બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં ગોચર કરતા બુધ 31 ઓક્ટોબરે વક્રી થશે અને પછી 7 નવેમ્બરે તુલા રાશિમાં પરત ફરશે. તુલા રાશિમાં બુધ 20 નવેમ્બરે પરત ફરી સીધી ચાલ ચાલશે અને 5 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પહોંચી જશે. આ તમામ વચ્ચે ગુરૂ 4 નવેમ્બરે વૃશ્ચિક રાશિથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. બુધની આ ઉલટી સીધી ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે જાણીએ.

મકર રાશિ : બુધ તમારી રાશિમાં 11માં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસ સફળ થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકશો. શેરબજારમાં પૈસા લગાવવા ફાયદો થશે.

કુંભ રાશિ : બુધ તમારી રાશિમાં 10માં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન ઉતાર-ચઢાવ જોવા મળશે. જે જાતક નવી નોકરી શોધી રહ્યા છે તેમને નવી તક સાંપડશે.

મીન રાશિ : બુધ તમારી રાશિમાં નવમાં ભાવમાં ગોચર કરશે આ દરમિયાન ભાગ્ય ચમકશે. વિદ્યાર્થીઓને ફાયદો થશે. માન સન્માન વધશે. કાર્યસ્થળ પર સારૂ પ્રદર્શન કરી શકશો.

કર્ક રાશિ : બુધ તમારી રાશિમાં પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન સંતાન સુખ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે.

સિંહ રાશિ : બુધ તમારી રાશિમાં ચોથા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન ચલ-અચલ સંપત્તિમાં વૃદ્ધિ થશે. પ્રોપર્ટી કે વાહન ખરીદી શકશો. આ ગોચર તમારા માટે પરિવાર માટે ફાયદાકારક છે.

કન્યા રાશિ : બુધ તમારી રાશિમાં ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારે સાહસ અને આત્મ-વિશ્વાસમાં વૃદ્ધિ થશે. ધન પ્રાપ્તિની શક્યતા છે. આવક સારી રહેશે.

તુલા રાશિ : બુધ તમારી રાશિમાં બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન આર્થિક લાભની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. ગોચર દરમિયાન જુના દેવાને ચુકવી શકશો. માન-સન્માનની વૃદ્ધિ થશે.

વૃશ્ચિક રાશિ : બુધનો ગોચર તમારી રાશિમાં પ્રથમ ભાવમાં થઈ રહ્યુ છે. આ દરમિયાન નકારાત્મક વિચારોથી દુર થઈ જશો. માનસિક તણાવનો સામનો કરવો પડશે.

ધનુ રાશિ : બુધ તમારી રાશિમાં 12માં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન ખરચા વધશે. નોકરીમાં અનુકુળ વાતાવરણ સર્જાશે.

મેષ રાશિ : બુધ તમારી રાશિમાં આઠમાં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન જીવનમાં કેટલાક ઉતાર ચડાવ આવશે. ગોચરથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે. અચાનક ધનની પ્રાપ્તિ થશે. ફસાયેલા નાણાં પરત મળશે. બીમારીઓ દૂર થશે. વિશેષ લાભ પ્રાપ્ત થશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ : બુધ તમારી રાશિમાં સાતમાં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન જીવનસાથી દરેક ક્ષેત્રે સાથ આપશે. પારિવારીક જીવનની સમસ્યાઓ હલ થશે.

મિથુન રાશિ : બુધ તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન પડકારોનો સામનો કરી શકશો. બુધનું આ ગોચર તમારા માટે વધારે અનુકુળ નથી. આ દરમિયાન સ્વાસ્થ્ય કથળશે. કાર્યક્ષેત્રમાં વિઘ્ન આવશે. યાત્રામાં મુશ્કેલીઓ આવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer