જાણો શા માટે થાય છે દિવાળીએ લક્ષ્‍‍મીજીની સાથે સાથે આ દેવી દેવતાની પૂજા

કારતક મહિનાની અમાસ એટલેકે દિપાવલી સમગ્ર ભારતમાં 27 ઓક્ટોબરે આ તહેવાર ખુબજ ધામધુમથી ઉજવવામાં આવશે. આ દિવસે ધન પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે. માં લક્ષ્‍મીની આરાધના કરવાથી ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે ગમે તેવું આર્થિક સંકટ હોય તે દૂર થાય છે.

જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છલકાય છે. માં લક્ષ્‍મી સાથે ભગવાન ગણેશ તેમજ માતા સરસ્વતીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. શું તમે જાણો છો શા માટે લક્ષ્‍મીજી સિવાય આ દેવી દેવતાઓની પણ પૂજા અર્ચના થાય છે? આજે જણાવીશું આ દિવસે ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી ક્યા ક્યા લાભ પ્રાપ્ત થાય છે.

જ્ઞાન અને બુદ્ધિના પ્રતિક છે દેવી સરસ્વતી અને ગણપતિ
માં સરસ્વતી જ્ઞાન અને ગણપતિ બુદ્ધિના પ્રતિક છે. આ દિવસે માં લક્ષ્‍મીની સાથે તેમની પૂજા પણ કરવામાં આવે છે. લક્ષ્‍મીજીની કૃપા મેળવવાની સાથે જો જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય તો સમજો સોનામાં સુગંધ ભળી.બુદ્ધિ અને જ્ઞાનથી તમે તમારૂ દરેક કાર્ય સરળતાથી કરી શકો છો. માં સરસ્વતીની કૃપાથી પ્રાપ્ત થનારી બુદ્ધિથી તમે પૈસાને મેળવી શકશો, માતા લક્ષ્‍મીજીનો કાયમી વાસ થાય છે. દિપાવલીના દિવસે 3 દેવી દેવતાઓની એક સાથે પૂજા અર્ચના કરવામાં આવે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer