પરિણામની જાહેરાત અગાઉ ધોરણ 10 અને 12 માટે સીબીએસઈએ રોલ નંબર ફાઈંડર વેબસાઇટ લોન્ચ કરી છે. આ લિંક cbse.gov.in પર મેળવી શકો છો. આ લિંકનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાની પર્સનલ ઇનફોર્મેશન
જેમ કે માતા-પિતાનું નામ શેર કરી પોતાનું કોલ નંબર મેળવી શકે છે. જ્યારે ધોરણ 10 માટે તેમના રોલ નંબર મેળવવા માટે તેમના માતા અને પિતાનું નામની સાથે સાથે જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
તેવી જ રીતે ધોરણ 12 માટે, વિદ્યાર્થીઓને તેમના માતાપિતાના નામ તેમજ તેમના શાળાના કોડ બનેં ની જરૂર પડશે. તેમજ વિદ્યાર્થીઓ તેમની શાળામાં કોલ કરીને તેમનો કોડ જાણી શકે છે.
શાળાઓને આ પ્રક્રિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે આ રીતે પેલી વાર જ પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે એમ સીબીએસઈના પરીક્ષા નિયામક (પટના) સંયમ ભારદ્વાજે કહ્યું હતું.
પરીણામ ચકાસવા માટે, સૌ પ્રથમ સીબીએસઈની ઑફિશિયલ વેબસાઇટ, cbse.gov.in પર જાઓ. પરીણામ ટેબ પર ક્લિક કરો એક નવું પેજ ખુલશે CBSE EXAM RESULT સીબીએસઇ ધોરણ 10 ના પરિણામ અને સીબીએસઇ ધોરણ 12 ના પરિણામની લિંક પર ક્લિક કરો.
તમારો રોલ નંબર, સેન્ટર નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી દાખલ કરો. સબમિટ વિકલ્પ પર ક્લિક કરો. તમારું પરિણામ તમે સ્ક્રીન પર જોઈ શક્શો.