ગુજરાત ATS એ રૂ.2500 કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા આરોપી શાહિદ સુમરાની દિલ્હી એરપોર્ટ પરથી કરી ધરપકડ, પાકિસ્તાનમાં ISI સાથે હતું નેટવર્ક

ગુજરાત એટીએસએ દિલ્હી એરપોર્ટથી વોન્ટેડ આરોપી શાહિત કાસમ સુમરાની ધરપકડ કરી છે. 2500 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 530 કિલો હેરોઇન મામલે એટીએસ ગુજરાત, એસટીએફ પંજાબ અને એનઆઈએ સંબંધિત કેસોમાં સુમરાની ધરપકડ કરવામાં આવી છે.

એટીએસના એસપી ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે આરોપી માર્ચ 2021 માં પ્રકાશમાં આવેલા ડ્રગ્સના કેસોમાં વોન્ટેડ હતો. તે દરિયા દ્વારા નશા કારક પદાર્થો લાવતો અને લઈ જતો.

હવે તે આતંકી અને આતંકવાદી જૂથો સાથે જોડાયેલો છે, તપાસ ચાલી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ એન્ટી-નાર્કોટિક્સ સેલે ડ્રગ ડીલરો સામે કાર્યવાહી કરી છે. સેલે દરોડા પાડીને સાત લોકોની ધરપકડ કરી છે.

એન્ટી-નાર્કોટિક્સ સેલના ડીસીપી દત્તા નલવાડેએ ગુરુવારે જણાવ્યું હતું કે અંધેરી, ડુંગરી મસ્જિદ, મુમ્બ્રા અને બાંદ્રા વિસ્તારમાં દરોડા દરમિયાન સાત ડ્રગના વેપારીની ધરપકડ કરવામાં આવી છે.

સેલે દરોડા પાડીને સાત લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.55 કિલો એમડી ડ્રગ્સ, 132 ગ્રામ કોકેઇન, 12 કિલો ગાંજા રૂ. 2.25 કરોડથી વધુની કિંમતની ચીજો કબજે કરવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer