પૂજા-પાઠ કરતી વખતે આ દિશામાં રાખવું જોઈએ મુખ..

લગભગ દરેક ઘરમાં સવારમાં વહેલા ઉઠીને ભગવાન ની પૂજા કરવામાં આવે છે અને આરતી પણ કરે છે. જેનાથી આખો દિવસ ઘરમાં શાંતિ રહે છે અને હકારાત્મકતા ફેલાય છે.  રોજ સવાર-સાંજ નિયમિત રીતે પૂજા-પાઠ કરવાથી ઘરમાં હકારાત્મકતા વધતી રહે છે. મનના નકારાત્મક વિચારો નષ્ટ થાય છે. તેને લીધે ઘરમાં મંદિર બનાવવાની પરંપરા પ્રચીન સમયથી જ ચાલતી આવી રહી છે. આજે અમે તમને પૂજા પાઠ કરતી વખતે ધ્યાનમાં રાખવાની અમુક ખાસ બાબતો વિશે જણાવીશું..

ઘરના મંદિરમાં રોજ સવારે અને સાંજે પૂજા જરૂર કરવી જોઈએ. પૂજા કર્યા પછી ઘંટડી જરૂર વગાડો, સાથે જ એકવાર આખા ઘરમાં ફરીને પણ ઘંટડી જરૂર વગાડવી જોઈએ. એમ કરવાથી ઘંટડીના અવાજથી નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે અને હકારાત્મકતા વધે છે.

ઘરમાં પૂજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશા તરફ હોય તો ઘણું જ શુભ રહે છે. તેની માટે પૂજા સ્થળનું દ્વાર પૂર્વ તરફ હોવું જોઈએ. આ દિશા સિવાય પૂજા કરતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ દિશામાં હશે તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થઈ શકે છે.

મંદિરમાં મૃતકો અને પૂર્વજોના ફોટો લગાવવાથી બચવું જોઈએ. પૂર્વજોના ફોટો લગાવવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ રહે છે. ઘરમાં દક્ષિણ દિશાની દીવાલ ઉપર મૃતકોના ફોટો લગાવી શકો છો, પરંતુ મંદિરમાં ન રાખવા જોઈએ.

ઘરનું મંદિર એવી જગ્યાએ બનાવો, જ્યાં આખા દિવસમાં થોડીવાર માટે પણ સૂર્યના કિરણો જરૂર પહોંચતા હોય.

જે ઘરોમાં સૂર્યની રોશની અને તાજી હવા આવતી રહે છે, તે ઘરોના અનેક વાસ્તુદોષ શાંત થઈ જાય છે. સૂર્યની રોશનીથી વાતાવરણની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે અને હકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.

પૂજાના રૂમમાં પૂજાને લગતી સામગ્રી જ રાખવી જોઈએ. બીજી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ.

ઘરના મંદિરની આસપાસ શૌચાલય રાખવું અશુભ ગણાય છે. આથી એવી જગ્યાએ પૂજાનો રૂમ બનાવો, જ્યાં આજુબાજુ શૌચાલય (ટોયલેટ) ન હોય.

Leave a reply:

Your email address will not be published.

Site Footer