સુર્ય અને ચંદ્ર ઉપરાંત સાત ગ્રહો બારેય રાશિ અને 27 નક્ષત્રનાં સ્વામી છે, જાણો વિસ્તારથી

આપણે સૌ એ વાત તો જાણીએ જ છીએ કે દરેક રાશી ને પોત પોતાનો સ્વામી ગ્રહ હોય છે જે એ રાશી પર રાજ કરે છે. દરેક વ્યક્તિનાં મનમાં એ પ્રશ્ન હોય છે કે તેમની રાશિ કઇ છે અને તેમની રાશિનો સ્વામી ગ્રહ કયો છે કારણ કે તે જ ગ્રહ છે જેનો પ્રભાવ તેમનાં જીવન પર ખાસ રહે છે. ત્યારે ચાલો આજે વાત કરીએ કે કઇ રાશિનો સ્વામી ગ્રહ કયો હોય છે. વિજ્ઞાન મુજબ ભલે સુર્ય એક તારો હોય પણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તેને ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે જ્યારે ચંદ્ર એક ઉપગ્રહ છે પણ તેની માનવ જીવન પર અસરને કારણે તેને ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે.

સુર્ય અને ચંદ્ર ઉપરાંત સાત ગ્રહોને બારેય રાશિ અને 27 નક્ષત્રનાં સ્વામી બનાવવામાં આવ્યાં છે જેમાં બુધ, ગુરૂ, શુક્ર અને શનિનો સમાવેશ થાય છે. રાહુ અને કેતુ છાયા ગ્રહ હોવાથી તે કોઇ રાશિનાં સ્વામી નથી હોતા. જોકે તેમનો પ્રભાવ જાતકની કુંડળી પર રહે છે. કયો ગ્રહ કઇ રાશિનો સ્વામી છે તે અંગે જાણીયે.

૧. શનિ ગ્રહ- કુંભ અને મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે.

૨. સૂર્ય- સિંહ રાશિનો સ્વામી સૂર્ય દેવ છે. સૂર્ય દેવ તમામ ગ્રહોમાં સૌથી શક્તિમાન માનવામાં આવે છે તેથી આ રાશિનાં જાતકો પણ તેનાં સ્વામી ગ્રહ જેવાં જ શક્તિમાન, યોદ્ધા અને નિડર હોય છે.

૩. ગુરુ ગ્રહ- ધન અને મિન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે.

૪. ચંદ્ર ગ્રહ- ચંદ્ર ગ્રહ કર્ક રાશિનો સ્વામી ગ્રહ છે. કર્ક રાશિનાં જાતકો ધૈર્યવાન અને ખુબજ સમજી વિચારીને નિર્ણય લેનારા હોય છે જે ચંદ્ર રાશિની ખાસિયત છે.

૫. મંગળ ગ્રહ- મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે.

૬. બુધ ગ્રહ- મિથુન અને કન્યા આ બંને રાશિનો સ્વામી બુધ છે.

૭. શુક્ર ગ્રહ- વૃષભ અને તુલા બંને રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer