જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો બુધવારે ગણેશ પૂજન કરવાથી ખુબજ લાભ પ્રાપ્ત થાય છે. શ્રી ગણેશજીની પૂજા માટે બુધવારને વિશેષ દિવસ માનવામાં આવ્યો છે. સાથે સાથે આ દિવસે બુધ ગ્રહની પૂજા પણ કરવામાં આવે છે. બુધને બુદ્ધિનો કર્ક પણ માનવામાં આવે છે. આમ શ્રી ગણેશની મોદક નો ભોગ લગાવીને પૂજા કરવાથી બુદ્ધિ માં વધારો થાય છે સાથે સાથે સુખ અને સફળતા બની રહે છે.
આવી રીતે કરો ગણેશ પૂજા : પૂજા માં શ્રી ગણેશજીને સિંદુર, ચંદન, યજ્ઞોપવીત, ધરો, લડવા અથવા ગોળ માંથી બનાવેલી મીઠાઈનો ભોગ લગાવવો. ત્યાર બાદ ધૂપ અને દીપ પ્રગટાવી આરતી કરવી.
પૂજામાં કરો આ મંત્રનો જપ :
प्रातर्नमामि चतुराननवन्द्यमानमिच्छानुकूलमखिलं च वरं ददानम्।
तं तुन्दिलं द्विरसनाधिपयज्ञसूत्रं पुत्रं विलासचतुरं शिवयो: शिवाय।।
प्रातर्भजाम्यभयदं खलु भक्तशोकदावानलं गणविभुं वरकुञ्जरास्यम्।
अज्ञानकाननविनाशनहव्यवाहमुत्साहवर्धनमहं सुतमीश्वरस्य।।
गणेश जी की ऐसी मूर्ति घर में लाती है खुशियां
મંત્ર નો અર્થ : હું એવા દેવતા ની પૂજા કરું છું, જેમની પૂજા સ્વયં બ્રહ્મદેવ કરે છે. એવા દેવતા, જે મનોરથ સિદ્ધ કરનાર છે, ભય દુર કરનાર છે, શોક નો નાશ કરનાર છે, ગુણો ના નાયક છે, ગજમુખ છે, અજ્ઞાન નો નાશ કરનાર છે, હું શિવ પુત્ર ગણેશ નું સુખ અને સફળતાની કામના થી ભજન, પૂજન અને સ્મરણ કરુ છું.