18 પુરાણમાં એક બ્રહ્મવૈવર્ત પુરાણ છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનો મહિમા જણાવવામાં આવ્યો છે. આ ખંડ ચાર ભાગમાં વહેંચાયેલ છે. પ્રથમ ખંડ બ્રહ્મ ખંડ છે, બીજો ખંડ પ્રકૃતિ ખંડ છે. ત્રીજો ખંડ ગણપતિ ખંડ છે અને ચોથા ખંડ શ્રીકૃષ્ણ જન્મ ખંડ છે. આ પુરાણમાં શ્રેષ્ઠ જીવન જીવનના ઘણા સૂત્ર જણાવવામાં આવ્યા છે. આટલી વાતોનું હંમેશા રોજિંદા જીવનમાં રાખવું જોઈએ ધ્યાન
૧. નક્કી કરેલી તિથિ સુધીમાં દાનનો સંકલ્પ પૂરો કરવો જોઈએ
આપણે કોઈને દાન દેવાનો સંકલ્પ કર્યો હોય તો કોઈપણ પરિસ્થિતિમાં નક્કી કરેલી તિથિમાં તે પૂરો કરવો જોઈએ. દાન દેવામાં જો એક દિવસનો વિલંબ થાય તો બે ગણુ દાન આપવું જોઈએ.જો એક મહિનાનો વિલંબ થાય તો સોગણું દાન આપવું જોઈએ. આથી જે તિથિએ દાન દેવાનો સંકલ્પ કર્યો છે તે તિથિ પર દાન આપી દેવું જોઈએ.
૨. પૂજા દરમિયાન આ વસ્તુઓ જમીન ઉપર ન રાખવી જોઈએ
દીવો, શિવલિંગ, શાલિગ્રામ, મણી, દેવી-દેવતાની મૂર્તીઓ, જનોઈ, શંખને જમીન ઉપર રાખવા જોઈએ નહીં. આસન
પાથરીને જ આ બધી વસ્તુઓને જમીન ઉપર રાખવી જોઈએ.
૩. સવારે ઊઠીને આટલું ધ્યાનમાં રાખવું
સવારે ઊઠીને
ઈષ્ટદેવનું ધ્યાન કરતી વેળાએ બન્ને હથેળીને જોવી જોઈએ. ત્યાર પછી વધારે સમય સ્નાન
કર્યા વગર રહેવું જોઈએ નહીં. રાતે પહેરેલા કપડાંને ઝડપથી બદલી લેવા જોઈએ.
૪. આ લોકોનો અનાદર ન કરવો જોઈએ
કોઈપણ
પરિસ્થિતિમાં માતા, પિતા, પુત્ર, પુત્રી, પત્ની, પતિ, ગુરુ, અનાથ સ્ત્રી, બહેન, ભાઈ, દેવી-દેવતા અને જ્ઞાની વ્યક્તિનો અનાદર
કરવો જોઈએ નહીં. આ વ્યક્તિનો અનાદર કરવાથી વ્યક્તિ ધનકુબેર હોવા છતા તેનો ખજાનો
ખાલી થઈ જાય છે.