જાણો ધનતેરસ પર માતા લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવા

દિવાળીના દિવસે હિન્દૂ ધર્મના લોક માતા ક્ષ્‍મીની પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્‍મીની પૂજા પુરા વિધિ-વિધાનની સાથે નથી કરવામાં આવતી તો તેઓ દ્વારા કરવામાં આવેલી પૂજા સ્વીકાર નથી થતી, ના તો તેનું કોઈ ફળ મળે છે. માટે આજે તમારા માટે અમે અમુક એવા ઉપાયો જણાવીશું જેનો પ્રયોગ કરીને તમે માતા લક્ષ્‍મી ને પ્રસન્ન કરી શકો છો. પૌરાણિક માન્યતા અનુસાર, કબૂતરને ચણ નાખવાથી અને ગાયને રોટલી આપવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.હિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે કે, ગાયની પૂજા કરવાથી તે વ્યક્તિના જીવનમાં અપાર ખુશી આવે છે.

પહેલાના સમયમાં દરરોજ લોકો ગાયને રોટલી આપતા હતા. ગાયને રોટલી આપવાથી 33 કરોડદેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. દિવાળીના દિવસે પહેલી રોટલી ગાયને ખવડાવવાથી જિંદગીમાં બધી જ સમસ્યાનું નિરાકરણ આવી જાય છે.

હિન્દૂ ધર્મમાં રહેલા શાસ્ત્રોની વાત કરવામાં આવે તો શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રો સિવાય પુરાણો માં પણ આ વાતનું પ્રમાણ મળી ચૂક્યું છે કે, ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. જેને લીધે ગૌમૂત્રનું સેવન કરવાથી મનુષ્યના શરીરમાં થનારી દરેક બીમારીઓ પણ ઠીક થઇ જાય છે.

આ સિવાય ગાયના છાણનો પ્રયોગ લોકો પોતાના ઘરની શુદ્ધતા રાખવાની સાથે-સાથે ઔષધિઓને બનાવી રાખવામાં પણ કરે છે. આજે અમે તમને ગૌ માતા સાથે જોડાયેલા ઉપાયો વિશે જણાવીશું જેના દ્વારા તમે લક્ષ્‍મીને પ્રસન્ન કરી શકો છો. માતા લક્ષ્‍મીને પ્રસન્ન કરવા માટે તમારે દિવાળીના પહેલા દિવસ એટલે કે ધન તેરસના દિવસે સવારે નાહીને એક વાટકી સાંતળેલા ચણા અને ગોળ ગાયને ખવડાવવાનું રહેશે. સાંતળેલા ચણા અને ગોળ ખવડાવ્યા પછી તમે ગાયની ઉપર હાથ ફેરવીને મનમાં જ માતા લક્ષ્‍મીનું આહવાન કરો.જો તમે આ ઉપાયને ધનતેરસ ના દિવસે કરશો તો માતા લક્ષ્‍મી તમારી ઉપર પ્રસન્ન થઈને આશીર્વાદ વરસાવશે અને તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ કરશે. તેની સાથે જ તમારે તમારા જીવનમાં કોઈપણ ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer