દિવાળી નૂતનવર્ષ એટલે દેહના દીપને અજવાળવાનું પર્વ. જિંદગી એક કેલેન્ડર જેવી છે, તેમાંથી રોજ એક પત્તું ફાટે છે. વર્ષાન્તે કેલેન્ડર પુરૂ થાય છે. વર્ષના 3૬5 દિવસ ચાલ્યા જાય છે. જિંદગીનું પણ આવું છે. કામની ગતીમાં વર્ષો ચાલ્યા જાય છે. જેને ઘેર અંતે જવાનું છે તેને લોકો ભૂલી જાય છે. માનવ હૃદયમાં ભક્તિનો દીવડો પ્રકટાવે તો વર્તમાન જીવન અને અંતે બાકીનું જીવન ધન્ય બને. નવા વર્ષને સાર્થક કરવા દીવડા માનવતાના પ્રથમ સ્નેહના પ્રકટાવવાની જરૂર છે. ભક્તિનો દીવડો જીવનને પ્રકાશમય બનાવે છે. દિપોત્સવી પર્વ જિંદગીના ચોપડાનો સરવાળો માંડવાનો દિવસ છે જેનું જીવન નફો બતાવે તેની જ દિવાળી સફળ બને.
દિપોત્સવી દીપમાળાનું પર્વ છે. પુષ્કર પુરાણ મુજબ દીપદાન શ્રેષ્ઠ છે.
‘તુલાયા તિલબેન સાયંકાર્ય સમાગત
આકાશદીપ પે દધાત્માસમેક હરિ પ્રતિ ।
મહર્ષી શ્રિયમાપ્રોતિ રૂપ સૌભાગ્ય સામ્યપદમ
આમ તો પ્રભુની સામે દિવડો ક્યાં પ્રકટાવવાની જરૂર છે ? પ્રભુ તો સ્વયં પ્રકાશીત છે. માનવે જ દિલમાં દીવો પ્રક્ટાવવાની જરૂર છે ? પ્રભુ તો સ્વયં પ્રકાશીત છે.
માનવે જ દિલમાં દીવો પ્રક્ટાવવાની જરૂર છે. દિવડા દ્વારા હૃદયના ભાવનો અન્નકૂટ પ્રભુને ધરીયે. દીવડા પ્રભુ મીલનની ઝાંખી કરાવે છે.
તમસા મા જ્યોતિર્ગમય ।।
આ એક નૂતનવર્ષનો ભાવ છે.
અંધકારમાંથી પ્રભુ પ્રકાશ તરફ લઈ જાવ એ પ્રાર્થના છે. ભાવ છે.
દિવડા સંસ્કૃતિનું પર્વ છે. ઉગતો સૂર્ય બધાને પ્રકાશ આપી નવ જીવન આપે છે. કોઈ કવિએ ગાયું છે.
‘દિલમાં દીવો કરો
ભાઈ ! દીલમાં દીવો કરો ।।
નૂતન વર્ષે પ્રભુને પ્રાર્થના કરવાની કે :
ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
દિવાળીમાં જેમ ઘરમાં સાફસુફી કરીયે છીયે તેમ જીવનમાંથી ઇર્ષા દ્વેષ કામ ક્રોધનાં બાવાં કાઢી નાખવાની જરૂર છે. પ્રભુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ અમારૂ નૂતન વર્ષ સુધારજો એ પ્રાર્થના બધાએ કરવાની જરૂર છે. દીલમાં દીવા ઝળહળ્યા તો સમજવું કે દીવાળી સુધરી ગઈ.
બધા જ ધર્મમાં દીવડા પ્રકટાવવાનું મહત્ત્વ છે. ખ્રિસ્તી સમાજમાં ચર્ચમાં દીવડા પ્રક્ટાવામાં આવે છે. મંદિર- હવેલીમાં દીવડા પ્રક્ટાવી પ્રભુની આરતી થાય છે. હિંદુઓ પણીયારા ઉપર કે તુલસીના ક્યારા પાસે દીવો પ્રકટાવે છે.દિવાળીની અમાસની અંધારી રાત્રે અજવાળુ પાથરવાનું કાર્ય દીવડા કરે છે.14 વર્ષના વનવાસ પછી પ્રભુ રામ અયોધ્યા આવ્યા લોકોના હૃદયમાં આનંદ પ્રક્ટયો. અયોધ્યા વાસીઓએ ઘેર દીવડા પ્રકટાવ્યા. લોકોને ઘરે દિવાળી આવી આ ભાવ છે.