આપણી સનાતન સંસ્કૃતિમાં સવારે ઉઠતાની સાથે જ ધરતીને હાથથી સ્પર્શ કરી માથે લગાવવાની પરંપરા છે

શાસ્ત્રોમાં પૃથ્વી વંદનાને ખાસ મહત્વ આપવામાં આવ્યુ છે. આને ખુબજ આદરણીય માનવામાં આવે છે. આપણી સનાતન સંસ્કૃતિમાં સવારે ઉઠતાની સાથે જ ધરતીને જમણા હાથથી સ્પર્શ કરીને હથેળીને માથા પર લગાવવાની પરંપરા છે. આપણા ઋષિ-મુનીઓએ આ રીતને ધાર્મિક સ્વરૂપ એટલે આપ્યુ કેમકે આપણે ધરતી માતાને આપણા તરફથી કૃતજ્ઞતા પ્રગટ કરી શકીએ. તેને આદર સન્માન આપી શકીએ. આપણુ શરીર પણ ભૂમિ તત્વોથી બનેલુ છે.ધરતી આપણા માટે માતૃસ્વરૂપા છે. અન્ન, જળ, ઔષધી, ફળ-ફૂલ, વસ્ત્ર અને આશ્રય આપે છે. આ માટે આપણે ધરતીના ઋણી છીએ.

આ મંત્રથી રોજ કરો ક્ષમા પ્રાર્થના

समुद्र-वसने देवि, पर्वत-स्तन-मंडिते । विष्णु-पत्नि नमस्तुभ्यं, पाद-स्पर्शं क्षमस्व मे ॥

અર્થાત્ સમુદ્ર રૂપી વસ્ત્ર ધારણ કરનાર પર્વત રૂપી સ્તનોથી મંડિત ભગવાન વિષ્ણુની પત્ની હે માતા પૃથ્વી તમે મને ક્ષમા આપો.

જાણો ક્યારે ક્યારે કરવામાં આવે છે ધરતી માતાની પૂજા :

સ્ટેજ પર કલાકાર પોતાની કલાનું પ્રદર્શન કરતા પહેલા ધરતીને સ્પર્શીને પ્રણામ કરે છે. મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ધરતીને સ્પર્શીને આશિર્વાદ લેવામાં આવે છે. ક્યાક ક્યાક આજે પણ બાળકોને નવા વસ્ત્રો પહેરાવતા વખતે ધરતીમાંની પૂજા કરવામાં આવે છે.

કોઈ પણ પૂજન અનુષ્ઠાન આરંભ કરતા પહેલા જળ છાંટીને દીપક જલાવી પૂજા તેમજ આરતી કરવામાં આવે છે. ખેડૂતો વાવણી કરે એ પહેલા પૂજા કરવામાં આવે છે. નવા ઘરમાં પ્રવેશ પહેલા પૂજા કરવામાં આવે છે. સવારે ગૃહિણીઓ પોતાના ઘરે સ્નાન કરી પૂજા કરે છે.

વાસ્તવમાં ભૂમિ વંદના પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે અનેક શોધમાં ખુલાસો થયો છે કે આપણે જ્યારે ચાદર કે ધાબળો ઓઢીને સુઈએ છીએ આપણા શરીરનું તાપમાન વધી જાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વ્યાવહારિક દૃષ્ટીએ ભૂમિ વંદના માણસને જમીન સાથે જોડી રહેવાની અને અહંકારને ઘટાવવાની સહનશક્તિ આપે છે ધૈર્યવાન અને ક્ષમાક્ષીલ જીવનનો સંદેશ આપે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer