ભારત માં એક મંદિર એવું પણ છે જ્યાં ભગવાનને સોના ચાંદી અને અન્ય મુલ્યવાન ધાતુઓ થી બનાવેલ તાળા ચડાવામાં આવે છે. સાંભળવામાં આ થોડું અજીબ છે. કેમકે આપને જોતા હોઈએ છીએ કે મોટા ભાગના મંદિરોમાં ફળ, માવા, અત્તર, ફૂલ, અને વસ્ત્ર ચડવામાં આવે છે એવામાં તાળા ચડાવવા અસામાન્ય લાગે છે.
ક્યાં આવેલું છે અ મંદિર :
આ મંદિર લખનૌ માંથી ૮૦ કી.મી. દુર બંગાળી મોહાલ ક્ષેત્રમાં કાળી મંદિર નામથી ઓળખાય છે. અહીના પુજારીના જણાવ્યા અનુસાર પહેલા ભક્તો અહી લોઢાના તાળા ચડાવતા હતા. પરંતુ હવે દેવીમાં દુર્ગા ની નવરાત્રી પર મોંઘી મોંઘી ધાતુના તાળા ચડવામાં આવે છે. આ તાળા મંદિરના વિશાળકાય પ્રતિમા ની આગળ એક રસ્સી પર બાંધવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ૧૯૪૯ ની આજુબાજુમાં કરવામાં આવ્યું હતું.
શા માટે ચડવામાં આવે છે અહી તાળા :આ મંદિરના પહેલા પુજારી તારાચંદ જેમણે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અએક વાર નિર્માણ કાલ માં તેમણે દેવીની આ મૂર્તિ ને જંજીર અને તાળા બાંધી ને બંદી બનાવી દીધા હતા. દેવી માં નારાજ થઇ ગયા અને તેમનો એક ભક્ત ખોટા કેસ માં ફસાઈ ગયો.
ત્યારે તેને દેવી મને કહ્યું કે જ્યાં સુધી તેના પરથી ખોટો કેસ દુર નહિ થાય અને તે બેગુનાહ સાબિત નહિ થાય ત્યાં સુધી એ આ તાળું નહિ ખોલે. આવું ઘણા મહિના ઓ સુધી ચાલ્યું. પછી જયારે આ કેસ એમના પક્ષમાં આવ્યો ત્યારે એ ભક્તે માતાજી નું તાળું ખોલ્યું. અને આ વાત આગની જેમ ફેલાઈ ગઈ કે માનતા પૂરી કરવી હોય તો તાળું લગાવવું પડે. બસ પછી ભક્તો અહી તાળા લાવી લાવીને માતાજી પાસે પોતાની મનોકામના જણાવે આવી પરંપરા ચાલુ થઇ ગઈ.