હાલમાં ડાયાબિટીસ રોગ માત્ર અમીરોનો રોગ રહ્યો નથી. તેના ભરડામાં મોટી સંખ્યામાં ઘણા લોકો આવી રહ્યા છે. ડાયાબિટીસનાં ઘણાં બધા દર્દીઓમાં ડાયાબિટીસની સાથોસાથ બ્લડપ્રેશર પણ વધારે રહે છે. આજકાલ દરેલ લોકોનું જીવન વધુ વ્યસ્ત હોવાના કારણે તેઓ તેમના શરીર પર ધ્યાન આપી શકતા નથી. જેના લીધે વ્યક્તિને ઘણા રોગો થવાનું શરૂ થાય છે.
આ બિમારીઓ માંથી આ એક જે દરેક ઘરની ડાયાબિટીઝની સમસ્યા છે. આપણે દરેક લોકો જાણીએ છીએ જયારે કોઇપણ વ્યક્તિને ડાયાબિટીસ થાય છે, ત્યારે તેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લગભગ ૯૦% લોકો માને છે કે ડાયાબિટીઝ વધારે ખાંડનું સેવન કરવાથી થાય છે, એમ પણ સાંભળ્યું જ હશે કે લોકો કહે છે કે વધારે પડતા મીઠી વસ્તુ ન ખાવી જોઈએ, પરંતુ આ સાચું નથી.
મીઠાઈ ખાવાથી ડાયાબિટીઝ એ કોઈ રોગ નથી, પરંતુ ડાયાબિટીઝમાં ડોકટરો ચોક્કસપણે મીઠું ખાવાની ના પડતા હોય છે. સામાન્ય બ્લડ સુગર વાળા લોકો મીઠાઇ ખાઈ શકે છે, મીઠાઈ અને ડાયાબિટીસ ખાવા વચ્ચે કોઈ સબંધ નથી, ઘણા ડાયાબિટીસ દર્દીઓ છે જેઓ મીઠાઇ નથી ખાતા અને કેટલાક એવા પણ છે જેમને મીઠી વસ્તુ જ નથી ભાવતી છતાં પણ એને ડાયાબિટીસની સમસ્યા હોય છે.
હકીકતમાં, ડાયાબિટીઝનું મુખ્ય કારણ ઇન્સ્યુલિનનો અભાવ છે. મીઠાઇ ખાવાનો કોઈ અર્થ નથી, ડાયાબિટીઝના દર્દીઓ ડોક્ટરની સલાહ લઈને મીઠાઇ ખાઈ શકે છે. આ ઉપરાંત, જો તમને મીઠી વસ્તુ પસંદ હોય તો ખાંડના બદલે ઓછી કેલરી સ્વીટનનો ઉપયોગ કરવો.
લગભગ આપણે બધા જાણીએ છીએ કે ડાયાબિટીઝના બે પ્રકાર છે, જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઇન્સ્યુલિન ઉત્પાદિત કોષોનો નાશ કરે છે, ત્યારે તેને ટાઇપ એ ડાયાબિટીસ કહેવામાં આવે છે, જ્યારે શરીર ઇન્સ્યુલિન પેદા કરવામાં અસમર્થ હોય છે. ટાઇપ બી ડાયાબિટીસ તરીકે ઓળખાય છે, પરંતુ આ બંને સ્થિતિનો મીઠાઈ સાથે કોઈ સંબંધ નથી, આજે અમે તમને જણાવી દઈએ ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ..
ડાયાબિટીઝની સમસ્યાનું કારણ :- જે લોકોને પૂરતી ઊંઘ થતી નથી તેમને ડાયાબિટીઝ થવાની સંભાવના વધારે રહે છે, ઘણીવાર ઓછી ઉંઘ લેવી સામાન્ય બાબત છે, પરંતુ જો હંમેશા પુરતી ઊંઘ થઇ શકતી નથી, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આવા લોકો જલ્દીથી ડાયાબિટીઝની બિમારીથી પીડાય છે.
ઘણા વ્યક્તિનું વજન વધારે હોય છે તો તે પણ ડાયાબિટીઝનું કારણ બની શકે છે. જંક ફૂડ અથવા ખાંડ વધારે પ્રમાણમાં ખાવાથી શરીરનું વજન વધી જાય છે, જેના કારણે જો તમે આ વસ્તુઓ નું સેવન કરશો, તો તમને ઘણી બીમારીઓ થવાની શરૂઆત થઇ શકે છે. તમારા શરીરના વજનના નિયંત્રણ સાથે પણ તમે ડાયાબિટીઝની સમસ્યાથી બચી શકો છો.
નિષ્ણાતોનું માનવું છે કે વધુ થકાવટમાં વ્યક્તિનું ખાંડનું સ્તર વધે છે જો કોઈ વ્યક્તિ તનાવ અથવા હતાશા જેવી પરિસ્થિતિમાં સતત ઘેરાયેલું હોય, તો તેને ડાયાબિટીઝ થવાની સંભાવના વધારે હોય છે.
જે લોકો આખો દિવસ ઓફિસમાં કે ઘરે ખુરશી પર બેસીને પોતાનું કામ કરે છે અને કસરત કરતા નથી, તેમને પણ ડાયાબિટીઝ થવાની સંભાવના 80% સુધી વધી જાય છે.