ધર્મ ગ્રંથ જણાવે છે કે ગણેશજીને જન્મ દિવસ એટલે કે ગણેશ ચતુર્થી પર આપણને ચંદ્ર ના દર્શન કરવાની મનાઈ કરવામાં આવે છે. જો આપને એવું કરીએ તો ગણેશજી કુપિત થઇ જાય છે. અને આપણા પર ખોટા આરોપ લાગી જાય છે. આ બધું જયારે ચંદ્રમાં ને પોતાની સુંદરતા પર ઘમંડ આવી ગયો હતો અને તેને ગજમુખી ગણેશજીનું અપમાન કર્યું હતું એ કર્ણ થી જ ગણેશજીએ તેને શ્રાપ આપ્યો હતો.
ચાલો જાણીએ પૂરી કથા વિગતવાર:
એક વાર શ્રી ગણેશ જી રાત્રી ના સમયે પોતાની સવારી મુશક પર બેસીને કોઈ જગ્યા એ ભોજણ કરી રહ્યા હતા. અને ખુબજ લાડુ ખાવાથી તેમનું પેટ વધારે પડતું બહાર આવી ગયું હતું. તેઓ પોતાની સવારી પર સરખી રીતે બેસી પણ નહોતા શકતા. આ બધું આકાશ માંથી ચંદ્ર જોઈ રહ્યો હતો.
તેને આ બધું જોઈ ને ખુબજ હસવું આવી રહ્યું હતું. ખુબજ રોકવા છતાં તેમનું હસવાનું બંધ ના થયું ત્યારે તેઓ પેટ પકડીને જોર જોરથી હસવા લાગ્યા જયારે આ બધું ગણેશજીએ જોયું તો તેને આ વાત પર ખુબજ ગુસ્સો આવ્યો. તેને લાગ્યું કે ચંદ્ર એ પોતાની સુંદરતા ના અભિમાનના કારણે તેઓ ગણેશજી પર આટલું હસ્યા. અને તેથી ગુસ્સે થઈને ચંદ્રમાં એ તેને તરત જ શ્રાપ આપી દીધો. કે તને તારી જે ચાંદની પર ખુબજ ઘમંડ છે તે હવેથી કાલીમા માં બાદલી જશે.
અને ગણેશજી દ્વારા આપવામાં આવેલ શ્રાપના કારણે ચંદ્ર માં જોત જોતામાં તરત જ કાળો થઇ ગયો. તેને પોતાની આ ખુબજ મોટી ભૂલનો અહેસાસ થયો. અને તે ક્ષમા યાચના માંગવા લાગ્યો. ખુબજ માફી માંગવા છતાં પણ તેને પોતાની આ ભૂલ ની સજા મળી અને એ જ કારણ થી આજે આપણને ચંદ્રમાં પર કાળા ધબ્બા હજી પણ જોઈ શકીએ છીએ. આ કથા પરથી આપને એટલું જાણી શકીએ કે ક્યરેય પણ આપની કોઈ વાત અથવા આપના રૂપ, પૈસા કે આપના સારા ગુણ પ્રત્યે અભિમાન ના કરવું જોઈએ.