દુબઈમાં સલમાન ખાન ની પત્ની અને 17 વર્ષની દીકરી રહે છે?? જાણો એકટરે આના વિશે શું કહ્યું..

સુપરસ્ટાર સલમાન ખાન તાજેતરમાં જ તેના ભાઈ અરબાઝ ખાનના ટોક શો – ‘પિંચ 2’ માં દેખાયો હતો અને જ્યાં તેણે તેમના વિશે ફેલાયેલી અફવાઓ વિશે ખુલીને વાત કરી હતી.

આ શોની થીમ એવી છે કે મુલાકાતી એકટર્સ ટ્રોલરો અને તેમની કૉમેન્ટ પર રીએકશન આપે છે. જ્યારે ભાઈજાન એટલે કે સલમાન ખાન માટેની મોટાભાગની કૉમેન્ટ્સ પોઝિટિવ લાગે છે, તો કેટલાક ટ્રોલસે તેમને વિવાદમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

અરબાઝે આવી ટ્રોલ કૉમેન્ટ શેર કરી હતી, જેમાં લખ્યું છે કે, ‘કાયર ક્યાં છુપાયો છે. ભારતમાં દરેક જાણે છે કે તમે તમારી પત્ની નૂર અને 17 વર્ષની પુત્રી સાથે દુબઈમાં છો. ભારતની જનતાને ક્યારે મૂર્ખ બનાવવાનું બંધ કરવામાં આવશે. ‘

સલમાન ખાને આ અફવાને નકારી કાઢતાં કહ્યું, ‘આ લોકો ખૂબ સારી રીતે જાણે છે. આ બધું કચરો છે. મને ખબર નથી કે તે કોની વાત કરે છે અને તેણે આ ક્યાં પોસ્ટ કર્યું છે. શું હું તેમનું સન્માન કરું છું?

ભાઈ, મારી પાસે પત્ની નથી. હું નવ વર્ષની ઉંમરેથી ભારતમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં રહ્યો છું. હું આ વ્યક્તિને જવાબ આપવા નથી જઈ રહ્યો, આખું ભારત જાણે છે કે હું ક્યાં રહું છું. ‘

શોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે કેટરીના કૈફ અથવા દિશા પટણી બને વચ્ચે તેની સોશ્યલ મીડિયા કન્સલ્ટન્ટ તરીકે કોણ પસંદ કરશે? તો તેણે કેટરિના કૈફનું નામ લેતાં કહ્યું કે ‘તે સોશિયલ મીડિયા પર સૌથી સ્માર્ટ વ્યક્તિ છે.’

પિંચ સિઝન 2′ માં સલમાન સિવાય અન્ય સેલીબ્રિટી અતિથિઓમાં અનન્યા પાંડે, ટાઇગર શ્રોફ, ફરહાન અખ્તર, કિયારા અડવાણી, રાજકુમાર રાવ અને ફરાહ ખાન શામેલ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer