કોઈપણ પરિસ્થિતિમાં, જેઓ સખત મહેનત કરે છે તેમને સફળતા મળશે. અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા પ્યારેલાલ પ્રજાપતિએ આ વાતને સાર્થક કરી છે.પ્યારેલાલે તેના પિતાની ફરાળી ભેલની લારીમાં કામ કરીને તેમજ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરીને પરિવારમાં આશા જગાવી છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા ગત જૂનમાં અમદાવાદમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં અમદાવાદ ચેપ્ટરના 2360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ICAI અમદાવાદમાં કોચિંગ લેનારા 7 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્યારેલાલ તેમાંથી એક છે.
આ વિશે વાત કરતાં પ્યારેલાલે કહ્યું, “અમારા ICAI અમદાવાદના ક્લાસમાં 35-40 વિદ્યાર્થીઓ છે જેમાંથી અમારામાંથી માત્ર 7 જ પાસ થયા છે. હું મારા પિતાની ફરાળી ભેલની લારીમાં મદદ કરીને દિવસ પસાર કરતો હતો અને રાત્રે વાંચતો હતો. હું ઘરે જ ભણતો હતો. 10 થી 12 કલાકની મેહનત હતી.જેના કારણે મેં સરળતાથી CA ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી છે.
જ્યારે તે પાસ થયો છે તેની વાત તેના માતા-પિતાને જણાવી ત્યારે તેના માતા પિતા રડી પડ્યા હતા. જ્યારે તે પાસ થયો ત્યારે તેની માતા રાજસ્થાન હતા અને પપ્પા લારી પર હતા. જીવનમાં પહેલીવાર તેના માતા પિતાને તેને આટલા ખુશ જોયા હતા આથી તે તેના લાઈફની આ બેસ્ટ મોમેન્ટ કહે છે. તે કહે છે કે હાલમાં મેં સીએ ની પરીક્ષા પાસ કરી છે ત્યારબાદ હું મોટો બિઝનેસમેન બનવા માંગુ છું અને મારા પપ્પા માટે તેમજ સમાજ માટે કંઈક કરવા માંગુ છું.
તેના પિતા જણાવે છે કે તેઓ મૂળ રાજસ્થાનના છે પરંતુ છેલ્લા 20 વર્ષથી તેઓ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે અને સાવરીયા ફરાળી ભેળની લારી ચલાવે છે. તેમનો દીકરો પણ આ લારી ચલાવવામાં મદદ કરે છે.