ઘરમાં મની પ્લાન્ટ લગાવતા પહેલા રાખો આ વાતનું ધ્યાન, નહીતર ફાયદાની બદલે થઇ જશે નુકશાન 

સામાન્ય રીતે લોકો પોતાના ઘરની અંદર સકારાત્મક ઉર્જાના પ્રવાહ માટે ઘરમાં વિવિધ પ્રકારના મની પ્લાન્ટ લગાવતા હોય છે. મોટાભાગના ઘરની અંદર કોઇને કોઇ પ્રકારનો છોડ જોવા મળતો હોય છે. કહેવાય છે કે ઘરની અંદર જો તુલસી અથવા તો અન્ય છોડને રાખવામાં આવે તો તેના કારણે ઘરની અંદર સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે,

અને સાથે સાથે ઘરની અંદર સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. ઘરની અંદર છોડ રાખવાના કારણે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં પણ વધારો થતો જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર ની અંદર બતાવવામાં આવ્યું છે કે મની પ્લાન્ટ એક એવો છોડ છે કે જેને ઘરમાં રાખવાથી તમારા ઘરમાં કાયમી માટે સકારાત્મક ઉર્જા બની રહે છે,

અને તમારી આર્થિક સ્થિતિની અંદર સારોએવો સુધારો થતો જોવા મળે છે. ઘણા લોકો પોતાના ઘરની અંદર આવા મની પ્લાન્ટ રાખતા હોય છે કે જેથી કરીને તેની બરકત માં વધારો થતો રહે. પરંતુ ઘણા લોકો ઘરની અંદર આ મની પ્લાન્ટ રાખતી વખતે અમુક એવી ભૂલ કરી દેતા હોય છે કે જેથી કરીને તેને ફાયદા થવાની જગ્યાએ નુકસાન થવા મંડે છે.

વાસ્તુ શાસ્ત્ર ની અંદર મનીપ્લાન્ટના છોડને યોગ્ય દિશામાં રાખવા માટે ના અનેક નિયમો આપવામાં આવ્યા છે અને જો આ નિયમો અનુસાર મની પ્લાન્ટ ને રાખવામાં આવે તો તેના કારણે તમારા ઘરમાં બરકત બની રહે છે, અને ઘરની અંદર પૈસા અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. પરંતુ જો ઘરની અંદર વાસ્તુ શાસ્ત્રના નિયમ વિરુદ્ધ આ મની પ્લાન્ટ ને રાખવામાં આવે તો તેના વિરુદ્ધ પરિણામ જોવા મળે છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર અમુક એવા નિયમ કે જેના આધારે ઘરની અંદર રાખવો જોઈએ મની પ્લાન્ટ. મની પ્લાન્ટ લગાવવા ના નિયમો ઘરમાં મની પ્લાન્ટ ને ક્યારેય ઇશાન અથવા તો ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. કેમકે, આ દિશાને આ છોડ માટે નકારાત્મક માનવામાં આવે છે,

અને જો આ દિશામાં આ છોડને રાખવામાં આવે તો તેના કારણે તમારા ઘરમાં આર્થિક તંગી ઉત્પન્ન થઈ શકે છે. અને સાથે-સાથે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. ત્યારે પણ મનીપ્લાન્ટના ડાળીઓને જમીન ઉપર ફેલાવીને ન રાખવી જોઇએ. આમ કરવાથી તમને અને પ્રકારના નુકસાન થઈ શકે છે.

ઘરની બહાર આ મની પ્લાન્ટ લગાવવા ની જગ્યાએ હંમેશાને માટે ઘરની અંદર મની પ્લાન્ટ લગાવવો જોઈએ. અથવા તો કોઈ પણ નાના કુંડા અથવા તો બોટલમાં આ મની પ્લાન્ટ રાખવો જોઈએ. મની પ્લાંટના પાન હંમેશાને માટે તાજા અને સારા હોવા જોઈએ તો સુકાયેલા પાન હોય તો તેને દૂર કરી દેવા જોઈએ.

આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવવા ના કારણે ઘરની અંદર નું આગમન થાય છે અને ધનમાં વધારો થતો જોવા મળે છે. આ ઉપરાંત તમારા સંબંધોમાં પણ મીઠાસ આવે છે, અને લગ્નજીવન પણ ખૂબ જ સારું ચાલતું હોય છે.

સામાન્ય રીતે ઘરના અગ્નિ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેમકે, આ દિશાને ભગવાન ગણપતિની દિશા કહેવામાં આવે છે અને આથી જ આ દિશામાં મની પ્લાન્ટ લગાવવા થી તમને તેનું યોગ્ય પરિણામ મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer