જો રસોઈ ની અંદર નિમક નો ઓછો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે સ્વાદિષ્ટ માં સ્વાદિષ્ટ ભોજન બેસ્વાદ થઇ જાય છે, અને આથી જ નમક આપણા ભોજનનો એક અભિન્ન અંગ છે. મીઠું એ માત્ર ખાદ્ય પદાર્થ નથી. પરંતુ ઉર્જાનો એક મોટો સ્ત્રોત છે. મીઠું આપણા શરીર માટે ખુબ જ આવશ્યક તત્વ છે. જે તમારા શરીરને અનેક પ્રકારના હાનિકારક બેક્ટેરિયાથી બચાવે છે. જેથી કરીને તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો.
મીઠા ની અંદર ભોજનનો સ્વાદ વધારવા ના ગુણ છે, અને સાથે સાથે આપણા સ્વાસ્થ્ય સુધારવાના પણ ગુણ છે. પરંતુ શું તમે જાણો છો આ જ મીઠું તમારા જીવનમાં રહેલા બધા જ દુખ કરી શકે છે દૂર. જી હા, મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મીઠાના અમુક એવા મહત્વપૂર્ણ ઉપાયો
કે જેના દ્વારા તમે પણ તમારા જીવનની અંદર રહેલા દરેક પ્રકારનાં કષ્ટોને કરી શકશો દુર અને તમે પણ કાયમી માટે રહી શકશો સુખી. મીઠા ના ઉપાય જો તમારા ઘરમાં કોઈપણ વ્યક્તિને નજર લાગી ગઇ હોય તો તેની નજર ઉતારવા માટે માત્ર એક ચપટી મીઠાની જરૂર પડે છે.
એક ચપટી મીઠું લઈ તે વ્યક્તિના પગ થી માથા સુધી તેને ઉતારી અને પાણીમાં પધરાવી દેવાથી તે વ્યક્તિ ઉપર લાગેલી કોઈની પણ ખરાબ નજર દૂર થઈ જાય છે. જો તમારા ઘરના માસ્ટર બેડરૂમ માં સિંધવ નિમક નો એક ટુકડો રાખી દેવામાં આવે તો તેના કારણે ઘર પરિવારના સભ્યો ની અંદર પ્રેમ ભાવ વધે છે અને તાલમેલ બની રહે છે.
જે વ્યક્તિઓના જીવનમાં શનિ ગ્રહની દશા ચાલી રહી હોય તે વ્યક્તિઓ શનિના પ્રભાવથી બચવા માટે જો સિંધવ નિમક નું દાન કરે તો તે ઉત્તમ માનવામાં આવે છે. આમ કરવાથી તે વ્યક્તિના જીવનમાં રહેલો શનિનો પ્રકોપ ઘટી જાય છે.
જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર ઉપર કાયમી માટે બની રહે અને તમારા ઘરમાં પણ કાયમી માટે ધન વર્ષા થતી રહે, તો એક કાચના ગ્લાસ ની અંદર પાણી ભરી તેની અંદર મીઠું ઓગાળી લો અને ત્યારબાદ તેને નૈઋત્ય ખૂણા ની અંદર રાખી દો.
ત્યારબાદ દર અઠવાડિયે આ પાણીને બદલાવતા રહો આમ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર કાયમી માટે બની રહેશે, અને તમે પણ બની રહેશો ધનવાન. શાસ્ત્રોની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો તમે પાણીની અંદર મીઠું ભેળવી ત્યારબાદ તેના પોતાના કરો તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઊર્જાઓ દૂર થઈ જાય છે.
જો તમારા વેપાર ધંધા ની અંદર પ્રગતિ કરવી હોય તો તમારી તિજોરીની ઉપર લાલ કપડામાં થોડું મીઠું બાંધી રાખી દેવાથી તે મારા વેપારધંધા ની અંદર રાતોરાત વધારો થાય છે. આમ તમે પણ મીઠાના આ ઉપાય દ્વારા તમારા જીવનમાં રહેલા બધા જ દુઃખ ન કરી શકો છો દૂર અને કાયમી માટે રહી શકો છો સુખી.