ભારતના ઇતિહાસમાં બે યુદ્ધ સૌથી વધુ પ્રચલિત છે. જેમાં એક મહાભારત અને બીજું છે રામાયણ. આ બંને યુદ્ધની અંદર હંમેશા અંતે સત્ય અને ધર્મની જીત થઇ હતી. આપણે દરેક લોકો જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના યુદ્ધમાં હંમેશાને માટે સત્ય અને ધર્મ જ વિજય થાય છે.
રામાયણના યુદ્ધની અંદર રાવણ એ શક્તિશાળી રાક્ષસ હતો. રાવણ મહા જ્ઞાની હોવા છતાં તેણે માતા સીતાનું અપહરણ કરી અધર્મ કર્યો હતો. રાવણના આ અધર્મને દંડ આપવા માટે ભગવાન શ્રીરામે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. જેની અંદર રાવણ નું મૃત્યુ થયું હતું. હકીકતમાં રાવણ મહા વિદ્વાન અને સર્વ શ્રેષ્ઠ શિવ ભક્ત હતો.
તેણે અનેક વખત તપસ્યા કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા, અને તેની પાસેથી અનેક વરદાનો મેળવ્યા હતા. રાવણ તંત્રવિદ્યા, જ્યોતિષવિદ્યા અને રાજ વિદ્યાની અંદર માહિર હતો, અને આથી જ્યારે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો ત્યારબાદ લક્ષ્મણને રાવણ પાસેથી તેનું જ્ઞાન લેવા માટે કહ્યું હતું.
મરતી વખતે રાવણે લક્ષ્મણને આપી હતી આ ત્રણ શીખ? પહેલી શીખ રાવણ એક અહંકારી રાક્ષસ હતો અને તેને પોતાની બળ અને બુદ્ધિ ઉપર ઘમંડ હતો. જેથી કરીને તેણે પોતાના જીવનમાં અનેક અધર્મ કાર્ય કર્યા હતા.
રાવણે લક્ષ્મણને પહેલી એ આપી હતી કે જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈપણ શુભ કામ કરવાનો નિશ્ચય કરે છે, ત્યારે તેને જલ્દીથી જલ્દી શરૂ કરી દેવું જોઈએ. અને તેવી જ રીતે કોઈ પણ અશુભ કાર્ય ને બને તેટલી વખત ટાળી દેવું જોઇએ. જેથી કરીને જીવનમાં ક્યારેય પસ્તાવું ન પડે.
બીજી શીખ રાવણે લક્ષ્મણને બીજી શીખ આપતા કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ભલે ગમે તેટલું બલવાન હોય પરંતુ તેણે ક્યારેય પોતાના દુશ્મનોને કમજોર ન સમજવા જોઈએ. રાવણ એ હનુમાનને એક સામાન્ય વાનર સમજ્યો હતો જે તેની સૌથી મોટી ભૂલ હતી.
ત્રીજી શીખ પોતાની ત્રીજી શીખ માં રાવણે લક્ષ્મણને જણાવ્યું કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને પોતાનો ભેદ ન કહેવો જોઈએ. કેમ કે, આમ કરવાથી તમારું જ નુકસાન થાય છે તમારી સામે વાળો કોઈપણ વ્યક્તિ ગમે તેટલો સારો હોય આમ છતાં પણ ક્યારેય તેને તમારો ભેદ ન કહેવો જોઈએ.