ઘરની આ દિશામાં રાખવી જોઈએ તિજોરી, ભગવાન કુબેર થાય છે ખુશ અને ધન સંપતિમાં થશે વધારો 

દરેક વ્યક્તિ પોતાના જીવનની કીમતી વસ્તુઓ જેવી કે પૈસા, આભૂષણ, મૂલ્યવાન વસ્તુઓ અને અગત્યના કાગળો પોતાની તિજોરી અથવા તો કબાટમાં સાચવીને રાખતા હોય છે. દરેક વ્યક્તિએ અથાક મહેનત કરીને કમાયેલા ધનને હંમેશાને માટે સાચવીને રાખવી જોઈએ.

દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે પોતાના દ્વારા કમાયેલા ધનની અંદર સતત ને સતત વધારો થતો રહે. કે જેથી કરીને તે દરેક સુખ સુવિધાઓ મેળવી શકે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી વાતો કે જેના દ્વારા તમે પણ જાણી શકશો કે કઇ રીતે તમે તમારા ધનને સાચવી તો શકો છો,

અને સાથે સાથે તેમાં કરી શકો છો વધારો. સામાન્ય રીતે ઉત્તર દિશા ધન રાખવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમકે, ઉત્તર દિશાનો સ્વામી ધનના દેવતા કુબેર છે. જે તમારા ઘરમાં કાયમી માટે ધનની વૃદ્ધિ કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

પૂર્વ દિશા ઘરમાં રહેલી સંપત્તિ અને તિજોરી રાખવા માટે પૂર્વ દિશાને સૌથી શુભ માનવામાં આવે છે. જો પૂર્વ દિશામાં તમારી સંપત્તિ અને તિજોરી ને રાખવામાં આવે તો તેની અંદર રાતદિવસ વધારો થતો રહે છે. પશ્ચિમ દિશા જો પશ્ચિમ દિશામાં ધનસંપત્તિ અને આભૂષણ રાખવામાં આવે તો તેના કારણે સામાન્ય રીતે સારો એવો લાભ મળે છે.

પરંતુ આ દિશામાં રાખવાના કારણે ઘરનો માલિક પોતાના ઘર પરિવારના સભ્યો સાથે મળીને પણ ખૂબ મહેનત કર્યા બાદ ધન કમાઈ શકે છે અને તેના ધન-સંપત્તિમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય છે. ઉત્તર દિશા ઘરની ઉત્તર દિશામાં રોકડા પૈસા અને આભુષણોને રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પૈસા અને આભૂષણ અને તમારા કબાટમાં રાખી આ કબાટને તમારા ઘરની ઉત્તર દિશામાં રાખવું ખૂબ જ ઉત્તમ સાબિત થાય છે. કેમકે, ઉત્તર દિશા ના સ્વામી ધનના દેવતા કુબેર છે. અને આથી જ ઉત્તર દિશામાં તમારા ઘરનો કબાટ રાખવાથી તેની અંદર રહેલા આભૂષણ અને ધનની વૃદ્ધિ થતી રહે છે.

દક્ષિણ દિશા જો દક્ષિણ દિશામાં ધન-સંપત્તિ, સોનું, ચાંદી અને અન્ય આભૂષણો રાખવામાં આવે તો તેના કારણે ખાસ કંઈ નુકસાન તો થતું નથી. પરંતુ ત્યાં રાખેલી ધનસંપત્તિ અને ઘરેણાની અંદર કોઈ પણ પ્રકારનો વધારો પણ થતો નથી. દક્ષિણ દિશામાં આ બધી વસ્તુઓ રાખવાના કારણે તમારી ધનસંપત્તિ જળવાઈ રહે છે,

નથી તેમાં ઘટાડો થતો કે નથી તેમાં વધારો થતો. આમ જો આ રીતે ઘરની આ ચાર મુખ્ય દિશાઓ માથી જો યોગ્ય દિશામાં તમારા ઘરની તિજોરી અને અલમારી રાખવામાં આવે તો તેના કારણે તમારી ધન-સંપત્તિ માટે વધારો થતો રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer