જાણો ભગવાન શિવના અતિ પ્રિય રુદ્રાક્ષને ધારણ કરવાથી પ્રાપ્ત થતું ફળ અને રુદ્રાક્ષના પ્રકાર 

રુદ્રાક્ષ વગર મહાદેવનો શૃંગાર અધુરો માનવામાં આવે છે. ભગવાન શિવ તેને આભુષણના રૂપમાં પહેરે છે. ભગવાન શિવના અતિ પ્રિય રુદ્રાક્ષ તેના ભક્તોને પણ આકર્ષિત કરે છે. તેને પહેરવાથી હૃદય સબંધિત સમસ્યા, તણાવ, ચિંતા, બ્લડ પ્રેશર વગેરે દુર થાય છે. શિવપુરાણના વિદ્યેશ્વર સંહિતામાં રુદ્રાક્ષના ૧૪ પ્રકાર બતાવ્યા છે. જાણો તેને ધારણ કરવાની વિધિ અને રુદ્રાક્ષના પ્રકાર.

રુદ્રાક્ષને હમેશા માટે પહેરવામાં આવે છે. તો પણ કેટલાક લોકો તેને અંતિમ સંસ્કાર અને કોઈ બાળકના જન્મ પર નથી પહેરતા તેનું માનવું છે કે રુદ્રાક્ષ એક ઉચ્ચ ઉર્જા સંવાહક છે એટલે એવા સ્થાનો પર તેને પહેરવુંના જોઈએ. રુદ્રાક્ષને ક્યારે પણ ખરાબ કે માટી લાગેલા હાથોથી ના અડવું જોઈએ

જો તમે રોજ તેને ધારણના કરી શકતા હોય તો એક સાફ બોક્સમાં તેને રાખી પૂજાના રૂમમાં રાખી તેની રોજ પૂજા કરવી જોઈએ. હંમેશા રુદ્રાક્ષને પરિશ્રમ કરેલા પૈસાથી ખરીદવો જોઈએ ઉધાર માંગેલા પેસાથી તેને ક્યારે પણના લેવો જોઈએ જો તમે રુદ્રાક્ષના મણકાને રોજ પહેરવાના હોય તો તમારે ક્યારે પણ માંસાહાર કે મદિરાનું સેવન ના કરવું.

રુદ્રાક્ષને હમેશા શુભ દિવસે જ ધારણ કરવો. સોમવાર કે ગુરુવારે નિયમિત રૂપે રુદ્રાક્ષની માળાને સાફ કરવી ધૂળ અને ગંદકી તેના છિદ્રોમાં જમાં ના થવા દો સફાઈ પછી તેને સાફ પાણીથી સાફ કરી દો. તેનાથી એ સાબિત થાય છે કે રુદ્રાક્ષ સ્વરછ અને પવિત્ર છે.

એક મુખી રુદ્રાક્ષ: એકમુખી રુદ્રાક્ષ ભગવાન શિવ નું સ્વરૂપ છે. જ્યાં તેની પૂજા થાય છે ત્યાંથી માતા લક્ષ્મી ક્યારે પણ દુર નથી થતી. જે આ રુદ્રાક્ષને ધારણ કરે છે તે ક્યારે પણ ગરીબ નથી થતા. બે મુખી રુદ્રાક્ષ: બે મુખ વાળા રુદ્રાક્ષ દેવ દેવેશ્વર કહેવાય છે. તે બધી ઈચ્છા પૂરી કરે છે.

ત્રણ મુખી રુદ્રાક્ષ: ત્રણ મુખી રુદ્રાક્ષ સફળતા આપવા વાળો હોય છે. વિદ્યા પ્રાપ્તિ માટે આ રુદ્રાક્ષ ખુબજ વિશેષ છે. ચાર મુખી રુદ્રાક્ષ: ચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્માનું સ્વરૂપ છે તેના દર્શન અથવા સ્પર્શથી ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પંચ મુખી રુદ્રાક્ષ: પાચ મુખ વાળા રુદ્રાક્ષ કાલાગ્ની સ્વરૂપ હોય છે તેને પહેરવાથી અદ્ભુત માનસિક શક્તિનો વિકાસ થાય છે. છ મુખી રુદ્રાક્ષ: છ મુખી રુદ્રાક્ષ ભગવાન કાર્તિકેય નું સ્વરૂપ હોય છે જે પણ આ રુદ્રાક્ષને પહેરે છે તેના બધા પાપ નષ્ટ થાય છે.

સાત મુખી રુદ્રાક્ષ: સાત મુખ વાળા રુદ્રાક્ષ અનંગ નામથી પ્રસિદ્ધ છે. તેને ધારણ કરવા વાળા ગરીબ પણ રાજા બની જાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ: આઠ મુખ વાળા રુદ્રાક્ષ અસ્ટમુખી ભૈરવસ્વરૂપ છે. જે પણ આ રુદ્રાક્ષ પહેરે છે તેની ઉમર વધી જાય છે.

નૌમુખી રુદ્રાક્ષ: નવમુખી રુદ્રાક્ષ ભેરવ કપીલ મુનીનું પ્રતિક છે તેને પહેરવાથી ગુસ્સા પર નિયંત્રણ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દસ મુખી રુદ્રાક્ષ: દસ મુખ વાળા રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુનું રૂપ છે. આને ધારણ કરવા વાળા મનુષ્યની સમ્પૂર્ણ ઈચ્છા પૂરી થાય છે.

અગિયાર મુખી રુદ્રાક્ષ: અગિયાર મુખ વાળા રુદ્રાક્ષ રુદ્ર રૂપ હોય છે. જે આ રુદ્રાક્ષને પહેરે છે તેની કોઈ પણ ક્ષેત્રમાં તેની ક્યારે પણ હાર નથી થતી. બારમુખી રુદ્રાક્ષ: બાર મુખ વાળા રુદ્રાક્ષને ધારણ કરવાથી ઈજ્જત, શોહરત, પેસા અને અન્ય બીજી કોઈ વસ્તુની કમી નથી રહેતી.

તેર મુખી રુદ્રાક્ષ: તેર મુખ વાળા રુદ્રાક્ષ વિશ્વદેવોનું રૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્ય સૌભાગ્ય અને મંગલ લાભ પ્રાપ્ત કરે છે. ચૌદમુખી રુદ્રાક્ષ: ચૌદમુખ વાળો રુદ્રાક્ષ પરમ શિવ સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્યના બધાજ પાપ નો નાશ થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer