ગુજરાતનો વધુ એક યુવાન શહીદ, શહીદ થયેલ યુવાનના પિતા અને બે ભાઈ પણ આર્મી માં, ખરેખર ધન્ય આ પરિવારને!

મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ-કાશ્મીર ખાતે ભારતીય સેનામાં આપણા દેશની રક્ષા કરતા હતા.રક્ષા કરતાં કરતાં તેમને પોતાનુ જીવન દેશનેઅર્પિત કરી દીધું અને શાહીદ થયા હતા.વડગામના મેમદપુરના શહીદ જવાનના પાર્થિવદેહને આજે તેમના પોતાના વતન લવાયો હતો.

મા ભોમની રક્ષા ખાતર જવાન શહીદ થતાં તેમના પાર્થિવદેહને વતન લવાયો હતો, જ્યાં સમગ્ર ગામ એકઠું થયું હતું. ગ્રામજનોની આંખમાં આંસુ આવી ગયાં હતાં. જેમાં ગામ સહિત આગેવાનો જવાનની અંતિમ કિયાવિધી માં જોડાયા હતા.

ગામમાં જવાનો પાર્થિવ દેહ આવ્યો કે તરત જ સમગ્ર ગામે સ્વૈચ્છિક રીતે બંધ પાડી દીધું હતું. સમગ્ર ગ્રામજનોએ અંતિમ ક્રિયા વિધિ માં જોડાઈને જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગામ લોકો એવું પણ જણાવ્યું છે કે જશવંતસિંહ સિવાય તેમના પિતા અને તેના બે અન્ય ભાઈ ભારતમાંની સેવામાં છે. આ ગામના ઘણા રાજપૂત યુવાનો બોર્ડર ઉપર ભારતીય આર્મીમાં ફરજ બજાવે છે. ગ્રામજનોએ કહ્યું હતું કે તેમને દુઃખ સાથે ગર્વ પણ થાય છે.

જ્યારે મૃતદેહ સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે મોક્ષ ધામ પહોંચ્યો ત્યારે પિતાએ દેશના બહાદુર પુત્રને અગ્નિ પ્રગટાવ્યો. સેનાના જવાનોએ તેમના બહાદુર સૈનિકને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. મોક્ષધામમાં પણ લોકોની ભીડ હતી. ભારત માતાનો જાપ કરાયો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer