જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવ ગ્રહોમાં મંત્રીપદ ભોગવતા અને જેને ‘ગુરુ’ની ઉપાધિ આપવામાં આવી છે એ બૃહસ્પતિ એટલે કે ગુરુનું આજે રાશિ પરિવર્તન થશે. પોતાના મિત્રની વૃશ્ચિક રાશિમાંથી પોતાની ધન રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ શનિ અને કેતુ સાથે યુતિ બનાવશે. દરમિયાન ગુરુદેવ રાશિજાતકો પર શુભાશુભ અસર કરશે. ચાર મહિના બાદ નીચની મકર રાશિમાં પ્રવેશ કરશે.
વૈદિક જ્યોતિષમાં નવગ્રહોમાં બૃહસ્પિત ગ્રહને ‘ગુરુ’ માનવામાં આવે છે. નવગ્રહોમાં તેને મંત્રીપદ આપવામાં આવ્યું છે. ગુરુને નૈર્સિંગકરૃપે શુભ ગ્રહ માનવામાં આવે છે અને તે વૃદ્ધિનો કારક ગ્રહ છે. ધન અને મીન રાશિ ‘ગુરુ’ને ફાળવવામાં આવી છે. તે જ પ્રકારે ધન રાશિ તેમની મૂળ ત્રિકોણની પ્રિય રાશિ છે. ‘ગુરુ’ ગ્રહને શુભ અને અશુભ ઘટનાઓમાં વૃદ્ધિ કરનાર ગ્રહ પણ માનવામાં આવે છે.
બૃહસ્પતિ ગ્રહને દેવ ગુરુનો પદ પણ અપાયું છે. મંગળવારે વહેલી સવારે 5.24 વાગ્યાથી ગુરુ ધન રાશિમાં પ્રવેશ કરે છે. આ રાશિમાં પહેલેથી જ બેઠેલા શનિ અને કેતુ સાથે યુતિ કરશે. 30 માર્ચ-2020ના રોજ વહેલી સવારે 3.55 વાગ્યે મકર રાશિ(નીચ રાશિ)માં પ્રવેશ કરશે. આ રાશિમાં શનિ 24 જાન્યુઆરીના સવારે 9.51 વાગ્યાથી જ બિરાજમાન હશે. ગુરુ મકર રાશિમાં પણ તેમની સાથે યુતિ કરશે.
15 મે-2020ના રોજ ગુરુદેવ વક્રી થશે અને 3૦ જૂન-2020ના રોજ ફરી ધન રાશિમાં આવશે. 13 સપ્ટેમ્બર-2020થી ગુરુ ફરી માર્ગી થઇ મકર રાશિ તરફ આગળ વધશે. 20 નવેમ્બર-2020ના રોજ મકર રાશિમાં આવી જશે. 6 એપ્રિલ-2021ના રોજ મધ્યરાત્રિએ ગુરુદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
આમ, 2020માં ગુરુદેવ ધન રાશિથી મકર રાશિમાં 5 મહિના અને 3 મહિના ફરી ધન રાશિમાં રહીને પાછા લગભગ સાડા ચાર મહિના મકર રાશિમાં રહેશે. અઢી વર્ષ શનિ, ગુરુની રાશિમાં રહ્યા પછી હવે ગુરુ 9 મહિના શનિના ઘરમાં જ રહેશે. જે ગુરુની નીચ રાશિ છે. આમ. વિચિત્ર ગોચર ભ્રમણ કરશે. ગુરુદેવ મકર રાશિમાં નીચના થવાથી બહુ શુભ ફળ આપતા નથી. જ્યારે શુભ કે અશુભ ઘટનાઓ બનશે તેમાં નકારાત્મક વૃદ્ધિ કરે એવી શક્યતા વધુ છે.
આવી
રહેશે ગુરુના રાશિ પરિવર્તનની અસર :
મેષ
રાશિ : ભાગ્યોદય થાય. નોકરીમાં પ્રમોશન, વ્યાપારમાં સફળતા. સંતાન પ્રાપ્તિ થાય.
વૃષભ રાશિ : ચિંતા, સંઘર્ષ, સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવે. વિદેશગમનના યોગ. ગૃહકલેશ શાંત થાય.
મિથુન રાશિ : દામ્પત્ય સુખ વધે. આવકમાં વૃદ્ધિ થાય. માન-સન્માન મળે. ભાઇ-બહેન, મિત્રનો સાથ મળે.
કર્ક રાશિ : ઉઘરાણી કે દેવાથી નાણા પ્રાપ્ત થાય. વ્યાપારનો વિસ્તાર થાય. વિદેશ ગમનના યોગ બને.
સિંહ રાશિ : ભાગ્યોદની તક મળે. આકસ્મિક નાણાં મળે. માન-સન્માન વધે. જીવનમાં સંતોષ પ્રાપ્ત થાય.
કન્યા રાશિ : મિલકતના પ્રશ્રો હલ થાય. વ્યાપાર વૃદ્ધિ થાય. વિદેશથી વ્યાપારમાં ફાયદો થાય.
તુલા રાશિ : દામ્પત્ય જીવનનું સુખ પ્રાપ્ત થાય. ભાગ્ય, આવકમાં વૃદ્ધિ થાય. ધાર્મિક યાત્રાઓ થાય.
વૃશ્ચિક રાશિ : આકસ્મિક ધન લાભ થાય. રોગ, શત્રુઓ શાંત થાય. દેવુ ચુકવાય. વેપાર વૃદ્ધિ થાય.
ધન રાશિ : સંતાનોની પ્રગતિ થાય. દામ્પત્ય સુખ મળે. ભાગ્યોદય થાય. સુખ, શાંતિ, સંતુષ્ટિ પ્રાપ્ત થાય.
મકર રાશિ : મિલકત રાહત પ્રાપ્ત થાય. રોગ, શુત્રોઓનો નાશ થાય. વિદેશ યોગ બને.
કુંભ રાશિ : ભાઇ-બહેનો, મિત્રનો સહકાર મળે. આકસ્મિક ધન લાભ, દામ્પત્ય સુખ, વ્યાપાર, આવક વૃદ્ધિ થાય.
મીન રાશિ : વ્યાપાર વધે, કુટુંબમાં માન-સન્માન, ધન, બચત થાય. મિલકત ખરીદ થાય. રોગ નાશ થાય.