જાણો બુધ વક્રી થવાથી કોને મળશે કેવું પરિણામ, અને દરેક રાશીઓ પર થશે કેવી અસર

બુદ્ધિ કારક કુમાર ગ્રહ બુધ 31 ઓક્ટોબરથી વૃશ્ચિક રાશિમાં વક્રી થયો છે જે 21 નવેમ્બર 2019 સુધી વક્રી રહેશે. પોતાના 21 દિવસના આ કાળમાં બુધ વિભિન્ન રાશિઓ પર પોતાનું શુભ અશુભ ફળ અને તેની અસર બતાવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મકુંડળીમાં જો બુધ પર ગ્રહોની અશુભ દૃષ્ટી હોય તો તે જાતકને અશુભ ફળ આપે છે જો શુભ ગ્રહોની દૃષ્ટી હોય તો બુધ જાતકને શુભ ફળ આપે છે.

માનસિક શક્તિ, બૌદ્ધિક કૌશલ, નિર્ણય લેવાની ક્ષમતા, જ્ઞાન અને બુદ્ધિનો પ્રતિનિધિ ગ્રહ બુધ વક્રી થવાથી કેટલીક શક્તિઓ પ્રદાન કરશે. બુધના વક્રી થવાથી વ્યક્તિ દૂરદર્શી બને છે. આના પ્રભાવથી વિદ્યાઓમાં રસ રુચી વધશે. જે વ્યક્તિના જન્મના સમયમાં બુધ વક્રી થાય છે તે વ્યક્તિ અંતર્મુખી અને ભાષાઓને સમજવામાં નિપુણ હોય છે.

મેષ રાશિ : આ સમય તમારા માટે થોડો મુશ્કેલી ભર્યો રહેશે. કાર્યને સંપન્ન કરવા વધારે મહેનત કરવાની રહેશે. આ સમયમાં અપમાનનો સામનો કરવાનો રહેશે.

વૃષભ રાશિ : આ રાશિ પર ખાસ કોઈ પ્રભાવ નહીં પડે. મહેનત અનુસાર ફળ પ્રાપ્ત થશે.

મિથુન રાશિ : આ રાશિ પર બુધ વક્રી થવાનું શુભ છે. આ સમય અનુકુળ વાતાવરણ નિર્મિત રહેશે, જેમાં શત્રુઓનો નાશ થશે.

કર્ક રાશિ : આ સમય ખુબજ મહત્વપૂર્ણ છે. કાર્ય સફળ થશે ધનલાભ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ : ચિંતાઓ વધશે. નુકસાનની શક્યતા છે. લાભવાળા સ્થળેથી પણ હાનિ થઈ શકે છે.

કન્યા રાશિ : આ સમય વિશેષ સફળતાનો યોગ બનાવી રહ્યો છે. નવા યોગથી તમામ પરેશાનિઓ દુર થશે.

તુલા રાશિ : આ યોગ ખુબજ ફળદાયક રહેશે અને કોઈ પણ સમસ્યાઓ તમારી આસપાસ ફરકશે નહી.

વૃશ્ચિક રાશિ : આ સમય તરક્કી અને ધનલાભ કરાવશે. આ સમય તમારા માટે શુભ છે.

ધનુ રાશિ : આ સમય થોડી મુશ્કેલીઓ વાળો રહેશે. આર્થિક સમસ્યા સતાવતી રહેશે. આ સમય પરિવાર સાથે વિશેષ સમય વિતાવી શકશો.

મકર રાશિ : આ યોગ તમારા માટે વિશેષ ફળ આપનાર છે. આ સમયે કાર્યમાં વૃદ્ધિ કરી શકશો. સફળતા પ્રાપ્ત થશે.

કુંભ રાશિ : આ સમય આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકશો.

મીન રાશિ : તમામ પ્રકારના કાર્યોમાં સરળતા રહેશે. પરિવારમાં માંગલિક કાર્ય સંપન્ન થઈ શકશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સુધરશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer