જ્યોતિષ શાસ્ત્રમા શનિને જનતા કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરૂને વૈચારિક પરિવર્તન અને સમાજમાં ધન સંપત્તિ જોડનારો માનવામાં આવે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે તો ગુરૂ એક વર્ષ સુધી રહે છે. આ બંને મોટા ગ્રહોની યુતિ કે પરસ્પર આમને સામને રાશિમાં આવવાની સ્થિતિ સામાજીક અને આર્થિક બદલાવ લાવશે. આનાથી ઈતિહાસ રચાશે કેમકે 25 નવેમ્બરે ગુરૂ વૃશ્ચિક રાશિને છોડીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે, ત્યાં પહેલા જ બીરાજમાન શનિ અને કેતુ સાથે યુતિ થશે.
આ પહેલા આ ત્રણ ગ્રહોની યુતિ 1961ના ડિસેમ્બરમાં મકર રાશિમાં થઈ હતી. 1961માં શનિ અને ગુરૂની યુતિ ક્રમશ ધનુ અને મકર રાશિમાં થઈ હતી. 1961માં આ બંને ગ્રહો મકર રાશિમા સાથે થયા હતા. વર્ષ 1962માં વિશ્વ ઈતિહાસમાં ક્યુબા મિસાઈલ સંકટ તરીકે યાદ કરવામાં આવે છે. જ્યારે અમેરિકા અને રશિયા લગભગ પરમાણુ યુદ્ધ કરવા સુધી આવી ગયા હતા.
આ જ વર્ષે ડિસેમ્બરમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયુ હતુ. જેમાં ભારતને ખુબજ મોટી હાનિ પહોંચી હતી. આ સિવાય શનિ-ગુરૂની આ યુતિએ 1960ના દશકમાં આફ્રિકાના દેશોમાં યૂરોપના સામ્રાજ્યવાળા દેશોને આઝાદી અપાવી હતી અને અમેરિકાથી હિપ્પી મૂવમેન્ટ શરૂ થઈ હતી જે સમગ્ર દુનિયાભરના યુવાનોની ફેશન બદલાઈ હતી.
ગુરૂ લાવશે મોટા આર્થિક-રાજનૈતિક પરિવર્તન 25 નવેમ્બર ધનુ રાશિમાં આવ્યા પછી ગુરૂ અતિચારી ગતિથી ચાલશે અને આવતી 30 માર્ચે મકર રાશિમાં પહોંચશે. આ ગતિને કારણે શેર બજારમાં ભારે ઉથલ-પાથલ આવશે. શરૂઆતની તેજી પછી અર્થવ્યવસ્થામાં મંદીના સંકેત છે. આ વર્ષે 26 ડિસેમ્બરે ગ્રહણ પછી આની અસર વધુ જોવા મળશે. આના પ્રભાવથી અમેરિકા અને ચીનના વેપારમાં વિપરીત અસર પડશે.