આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોળ સંસ્કારમાં ખુબજ મહત્વ ધરાવતા વિવાહ સંસ્કારમાં ખાસ શુભ મુહૂર્ત જોવામાં આવે છે. ચોઘડિયાને જીણવટથી જોવામાં આવે છે પણ શું તમે જાણો છો કે જે માસમાં તમારા લગ્ન થયા હોય તેનો પ્રભાવ તમારા લગ્ન પર, પતિ-પત્નીના સંબંધો પર પણ પડે છે. તો ચાલો જાણી લો કે તમારા લગ્ન જે માસમાં થયા છે, તેનું ફળકથન શું છે?
22 ડિસેમ્બરથી 19 જાન્યૂઆરી :
આ સમય
દરમિયાન જેમના લગ્ન થયા હોય છે તે કપલ જવાબદારીઓ પ્રત્યે સભાન હોય છે. પરંતુ
તેમનામાં રોમાન્સની ખામી હોય છે.
20 જાન્યૂઆરીથી 18 ફેબ્રુઆરી :
આ સમયમાં
જેના લગ્ન થયા હોય તે લગ્ન પર કુંભનો પ્રભાવ હોય છે. આવા કપલ દેશ અને દુનિયાથી અલગ હોય છે.
તેઓ સકારાત્મક વિચારના હોય છે અને તેઓ હંમેશા ચર્ચામાં રહેનારા હોય છે.
19 ફેબ્રુઆરીથી 20 માર્ચ :
આ સમયમાં
જેમના લગ્ન થયા હોય છે તે કપલ સંવેદનશીલ હોય છે અને એકબીજાને અત્યંત પ્રેમ કરતાં
હોય છે. પરંતુ તેઓ દર્શાવતાં નથી.
21 માર્ચથી 19 એપ્રિલ :
આવા
લગ્નમાં મેષ રાશિનો પ્રભાવ હોય છે. આ કપલ રોમાન્ટિક હોય છે અને તેજ હોય છે. તેમની
વચ્ચે પ્રેમ પણ વધારે હોય છે. તેમની વચ્ચે ઝઘડા પણ થાય છે કારણ કે તેઓ એકબીજાની
સરખામણી કરતાં હોય છે.
21 મેથી 20 જૂન :
આ લગ્નમાં
મિથુન રાશિનો પ્રભાવ હોય છે. આ લગ્નમાં પ્રેમ હોય કે ઝઘડા બધું જ વધારે થતું હોય
છે.
21 જૂનથી 22 જુલાઈ :
આવા કપલ
પોતાના ઘર માટે હંમેશા ચિંતીત હોય છે. આવા દંપતિનો પ્રેમ જવાબદારીઓ વચ્ચે દબાઈ જાય
છે. પરંતુ તેમનો પ્રેમ સાચો હોય છે.
23 જુલાઈથી 22 ઓગસ્ટ :
આવા
લગ્નમાં સિંહ રાશિનો પ્રભાવ હોય છે. આવા કપલ વચ્ચે ઈગો રહે છે. તેમની વચ્ચે ઝઘડા
પણ વધારે થાય છે. પરંતુ તેમની વચ્ચે પ્રેમ અને લાગણી પણ હોય છે. એક બીજાને ગમે તે
કહે પણ જરૂર પડે એકબીજાની પડખે આવીને ઉભા રહે છે.
23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર :
આવા
લગ્નમાં કપલ વધારે સંવેદનશીલ હોય છે.
23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર :
આ
તારીખોમાં જેમના લગ્ન થયા હોય તેમના જીવનમાં બધું જ બરાબર હોય છે તેથી તેઓ પરફેક્ટ
કપલ કહેવાય છે.
23 ઓક્ટોબરથી 21 નવેમ્બર :
આવા
દંપતિઓ એક બીજાની સાથે વધારે રહેવાનુ પસંદ કરે છે. તેથી તેમનું લગ્નજીવન પ્રેમથી
ભરાયેલું હોય છે.
22 નવેમ્બરથી 21 ડિસેમ્બર :
આ સમયમાં
થયેલા લગ્નમાં ધન રાશિનો પ્રભાવ હોય છે. આવા કપલ જીદ્દી હોય છે પરંતુ એકબીજાને
સમજતાં પણ હોય છે જેથી તેમનો સંબંધ જળવાઈ રહે છે.