અહી રામલલ્લાના દર્શન પહેલા લેવી પડે છે આ હનુમાનજીની આજ્ઞા

અયોધ્યાને ભગવાન રામણી નાગર કહેવામાં આવે છે, આ માન્યતા છે કે અહી હનુમાનજી હંમેશા હાજરા-હજૂર હોય છે. તેથી અયોધ્યા આવીને ભગવાન રામના દર્શન કરતા પહેલા ભક્તો હનુમાનજીના દર્શન કરે છે.

ક્યાં આવેલું છે આ મંદિર?

હનુમાન ગઢી, શ્રી હનુમાનના મુખ્ય મંદિરો માંથી એક છે. તે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી ૧૦૦ કિમી દુર સીતાપુર જીલ્લામાં અયોધ્યાની પાસે આવેલુ છે. અહી હનુમાનજીની મૂર્તિ બલિષ્ઠ અને લાલ રંગમાં છે.

શા માટે ભક્તો પહેલા હનુમાન ગઢી જાય છે?
માન્યતા અનુસાર ભગવાન રામ જયારે લંકા જીતીને અયોધ્યા પરત આવ્યા, તો તેમણે પોતાના પ્રિય ભક્ત હનુમાનને રહેવા માટે આ સ્થાન આપ્યું હતું. સાથેજ એ અધિકાર પણ આપ્યો હતો કે જે કોઈ ભક્ત અહી દર્શન કરવા માટે અયોધ્યા આવશે તેમણે પહેલા હનુમાનજીના દર્શન-પૂજન કરવું પડશે.

કેવું છે આ મંદિર?
૭૬ દાદર ચડ્યા પછી ભક્ત અહી સૌથી નાના પવનપુત્રના દર્શન કરી શકે છે, તે હનુમાન ટીલા છે જે હનુમાનગઢીના નામથી પ્રસિદ્ધ છે. અહિયાં પવન પુત્ર હનુમાનજીની ૬ ઇંચની પ્રતિમા છે, જે હંમેશા ફૂલ માળાઓથી શણગારેલી હોય છે. હનુમાન ચાલીસની ચોપાઈઓ દીવાલ પર સુશોભિત કરાયેલી છે.

શા માટે ખાસ છે આ મંદિર?

આ મંદિરમાં દક્ષીણ મુખી હનુમાનજી છે, માન્યતા છે કે અહી દર્શન કરવાથી અને હનુમાનજી ને લાલ ચોલા ચડાવવાથી ગ્રહ શાંત થઇ જાય છે, જીવનમાં સફળતા અને સમૃદ્ધિ મળે છે. આ હનુમાનજીનું સિદ્ધપીઠ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer