મંગળવારના રોજ હનુમાનજીના મંદિરે જઈ પૂજા કરવાથી થાય છે દરેક કામ પૂર્ણ..

લગભગ ઘણા લોકો સાથે એવું થાય છે કે ખુબ જ મહેનત કરવા છતાં કોઈ કામ થઇ શકતું નથી. સખત મહેનત કરવા છતાં પણ જો કાર્યોમાં સતત અસફળતા મળી રહી હોય તો જ્યોતિષિય ઉપાય કરવાથી લાભ મળી શકે છે. કળયુગમાં સૌથી જલ્દી પ્રસન્ન થતાં દેવતા હનુમાનજી છે. નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીના દોષ દૂર થઈ શકે છે અને બધી પરેશાનીઓ માંથી પણ મુક્તિ મળી શકે છે. શ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણથી આજે પણ મંગળવાર ના રોજ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ મંગળવાર ના રોજ ક્યાં ક્યાં ઉપાય કરવા જોઈએ, જેનાથી તમારા ભાગ્ય માં સુધારો આવી શકે છે.

નોકરીમાં સતત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો મંગળવારના દિવસે હનુમાનજીને બૂંદીના 11 લાડુનો ભોગ ચડાવવો. ભોગ લગાવ્યા પછી પ્રસાદ ભક્તોને વહેંચી દેવો.

મંગળવારના રોજ સવારે વહેલાં ઊઠવું અને કોઈ મંદિર જવું. ત્યાં હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું. ત્યારબાદ ऊँ रामदूताय नम: મંત્રનો 108 વાર જાપ કરવો. હનુમાનજી નો આ મંત્ર બહુ જલ્દી શુભ ફળ આપે છે. આ ઉપાય સતત 11 મંગળવાર સુધી જરૂર કરવો.

મંગળવારની રાત્રે હનુમાનજીની સામે તેલનો દીવો પ્રગટાવવો. મંગળવારથી શરૂ કરીને જે લોકો રોજ રાત્રે ભગવાન સામે દીવો પ્રગટાવે છે તેમને ધન સંબંધી આવતી પરેશાનીઓ માંથી છૂટકારો મળે છે.

હનુમાન મંદિરમાં રામ દરબારની સામે બેસીને રામાયણનો પાઠ કરવો. જેમ-જેમ રામાયણ પૂરી થતી જશે તમારી સમસ્યાઓ દૂર થતી જશે.
હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરોવો. સાથે જ બજરંગબલીને સિંદૂર, ચમેલીનું તેલ અને પાન પણ અર્પણ કરવું જોઈએ. આ દરેક ઉપાય કરવાથી તમારા દરેક પ્રકાર ના મુશ્કેલ કામ અને અધૂરા કામ પૂર્ણ થઇ જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer