સુખી અને સફળ જીવનના સૂત્રો જણાવે છે, કમળ પર બેઠેલાં લક્ષ્મીજી…

અમાસ તિથિએ રાત્રે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાની પરંપરા હોય છે. માન્યતા છે કે જે લોકો દીવાળી પર લક્ષ્મી પૂજન કરે છે, તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ ટકી રહે છે. કમળ પર બિરાજમાન થયેલા દેવી લક્ષ્મી ની પૂજા વિશેષ ફળ આપનારી માનવામાં આવે છે. લક્ષ્મીજી ની પૂજા પૂરી શ્રધ્ધાથી કરવામાં આવે તો ઘરમાં ક્યારેય લક્ષ્મીની અછત જોવા મળતી નથી. દેવી લક્ષ્મીના આ સ્વરૂપમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. આજે અમે તમને જણાવીશું સુખી અને સફળ થવા માટે દેવી લક્ષ્મીજી ના ક્યાં સૂત્ર રહેલા છે. તો ચાલો જાણી લઈએ દેવી લક્ષ્મીજી ના વિશેષ સૂત્ર..

દેવીના કમળ પર બેઠેલા સ્વરૂપનો સદેશ

  • ધન પ્રાપ્તિ માટે લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો સંદેશ તેમના ફોટામાં છુપાયેલો હોય છે. મહાલક્ષ્મીની તસ્વીર માં અને મૂર્તિઓમાં તેમને કમળના પુષ્પ ઉપર બેઠેલાં બતાવવામાં આવે છે. તેની પાછળ ધાર્મિક કારણની સાથે જ લાઈફ મેનેજમેન્ટના સૂત્ર પણ જોડાયેલાં છે.
  • કમળ પર બેઠેલાં લક્ષ્મી એ જ સંદેશ આપે છે કે તેઓ એ વ્યક્તિ ઉપર જ કૃપા વરસાવે છે જે કીચડ જેવા સમાજમાં પણ કમળની જેમ નિષ્પાપ રહે અને પોતાના પર બુરાઈઓને હાવી ન થવા દે.
  • મહાલક્ષ્મી ધનની દેવી છે. ધનના સંબંધમાં કહેવાયું છે કે તેનો નશો તેના વધુ દુષ્પ્રભાવો આપનારો હોય છે. ધન મોહ-માયામાં નાખનારો હોય છે અને જ્યારે ધન કોઈ વ્યક્તિ પર હાવી થઈ જાય છે તો મોટાભાગની પરિસ્થિતિઓમાં તે વ્યક્તિ બુરાઈના રસ્તે ચાલવા લાગે છે. તેના જાળમાં ફસાનાર વ્યક્તિનું પતન નિશ્ચિતપણે થાય છે.
  • જે વ્યક્તિની પાસે વધુ ધન હોય, તેને અધાર્મિક કામોથી બચવું જોઈએ. ધનવાન વ્યક્તિને સહજ રહેવું જોઈએ, જેનાથી તેની પર લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે.
  • કમળનું ફૂલ પોતાની સુંદરતા, નિર્મળતા અને ગુણો માટે ઓળખવામાં આવે છે. કમળ કીચડમાં જ ખિલે છે, પરંતુ તે ફૂલ કીચડની ગંદકીથી અલગ રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer