હનુમાનજીના વિવાહ અને તેના પુત્ર સાથે જોડાયેલી આ રોચક વાતો ખુબ ઓછા લોકો જાણતા હશે…

હનુમાનજી રામાયણ ના મુખ્ય પાત્રો માં થી એક છે. શાસ્ત્રો માં એને અમર ની સાથે સાથે અવિવાહિત કહેવામાં આવ્યા છે. તો પણ ખુબ ઓછા લોકો ને એ પણ ખબર છે કે હનુમાનજી ના એક વિવાહ પણ થયા હતા અને એક પુત્ર પણ હતો.

આવો જાણીએ હનુમાનજી ના વિવાહ અને એના પુત્ર થી જોડાયેલી અમુક રોચક વાતો. જે આજે પણ ઘણા બધા લોકો ને ખબર નથી. કેવી રીતે ઉત્પન્ન થયો બાલબ્રહ્મચારી હનુમાનજી નો પુત્ર ?

વાલ્મીકી રામાયણ માં આવેલા એક પ્રસંગ ની અનુસાર જયારે હનુમાન રાવણ ની લંકા સળગાવી રહ્યો હતો તો એને અત્યંત પરસેવો આવી રહ્યો હતો. ખુદ ની પૂંછ માં લાગેલી આગ ને ઠારવા માટે હનુમાનજી એ સમુદ્ર માં છલાંગ મારી અને એના શરીર થી પરસેવાનું એક ટીપું સમુદ્રમાં એક મોટી માછલી એ લઇ લીધું.

આ ટીપું એ મત્સ્ય દેવી ના પેટ માં હનુમાન ના પુત્ર નો જન્મ નું કારણ બની. એક વાર લંકા ના અસુરો એ આ માછલી ને પકડી લીધી અને આ કાપતા સમયે એને આ પ્રાપ્ત થયું. રાવણ ના પુત્ર અહિરાવણ એ એને પાતાળ લોક ના રક્ષક જાહેર કરી દીધો.

માછલી ના પેટ થી ઉત્પન્ન થવાના કારણે આ પુત્ર નું નામ મકરધ્વજ રાખવામાં આવ્યું. પછી સમય વીતી ગયા પછી જયારે રામ અને રાવણ નું યુદ્ધ થયું ત્યારે એમની માયાથી અહિરાવણ એ રામ ને મૂર્છિત કરી પાતાળ લોક માં બંદી બનાવી લીધા.

હનુમાન એ એની રક્ષા માટે પાતાળપૂરી સુધી જતા રહ્યા જ્યાં એનું યુદ્ધ એના જ પુત્ર અને દ્વારપાલ મકરધ્વજ ની સાથે થયું. હનુમાન એ એને પરાસ્ત કરી રામ લક્ષ્મણ ને મુક્ત કરાવ્યા. હનુમાનજી પંચમુખી રૂપ ધારણ કરી અહિરાવણ નું વધ કર્યું.

જતા જતા શ્રી રામ એ હનુમાન ના પુત્ર ને પાતાળ લોક ના રાજા નિયુક્ત કરી દીધા. હનુમાન ના વિવાહ પણ : શાસ્ત્ર પારાશર સંહિતા ની અનુસાર સૂર્યદેવ પાસેથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ હનુમાનજી ના વિવાહ સૂર્યપુત્રી સુર્વચલા સાથે થયા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer