આપણે મનુષ્યો માં શનિદેવ નો ભય છે કારણકે આ મનુષ્યો ના સારા ખરાબ કામ નું ફળ આપે છે. કળિયુગ માં પાપ ચરમ પર છે તેથી આપણા દ્વારા પાપ પણ વધારે થાય છે અને શનિદેવ એને વસુલવા આવી જાય છે.
પણ એવા શનિદેવ પણ એવા વ્યક્તિઓથી ભય ખાય છે. કોણ કોણ થી ડરે છે શનિદેવ : ધાર્મિક શાસ્ત્રો ની અનુસાર શનિદેવ એક તો શિવ નો અગ્યારમો અવતાર હનુમાનજી થી ડરે છે અને બીજા ઋષિ પીપ્લાદ થી.
હનુમાનજી ની જેમ જ ઋષિ પીપ્લાદ ને પણ ભગવાન શિવ નો અવતાર માનવામાં આવે છે. કેમ પીપ્લાદ થી ડરે છે શનિ : ઋષિ પીપ્લાદનો જન્મ થતા જ શનિદેવ ની એના પર દશા પડી ગઈ અને આ કારણે એને બચપણ માં જ અનાથ થવું પડ્યું.
આ વાત એને જયારે ખબર પડી તો એને શનિદેવ પર વધારે ગુસ્સો આવો અને એમણે પ્રતિશોધ લેવાની ભાવનાથી બ્રહ્માજી ની પૂજા અને તપસ્યા કરી. એની ઘીર તપસ્યા થી પ્રસન્ન થઈને બ્રહ્માજી એ એને વરદાન માંગવાનું કહ્યું.
પીપ્લાદ એ શનિ ને સબક શીખવાડવા માટે અને બ્રહ્મદંડ માંગી લીધું અને શનિદેવ ને શોધવા લાગ્યા. એક પીપળ ના ઝાડ પર એને શનિદેવ દેખાય ગયા અને એમણે આમ તેમ જોયા વગર જ સીધો એના પગ પર હુમલો કરી દીધો.
એના કારણે શનિ અપંગ થઇ ગયા. એમણે શનિ ને જ એના કામ ની સજા આપી દીધી. આ કારણે શનિ આજે પણ પીપ્લાદથી ડરે છે. કેમ નામ પડ્યું પીપ્લાદ : પીપ્લાદ નો જન્મ પીપળ ના વૃક્ષ ની નીચે થયો હતો
અને એમણે આ પીપળ ના ઝાડ ની નીચે બ્રહ્માજી ની તપસ્યા કરી અને આ પીપળ ના પાંદ પણ ખાધા તેથી એના જીવન પર પીપળ ના ઝાડ નો પ્રભાવ રહ્યો છે. કેમ કરે છે શનિવાર ના દિવસે પીપળ ની પૂજા શનિવાર ના દિવસે પીપળ ની પૂજાથી મળે છે શનિદોષ વાળા ને આરામ :
શનિવાર શનિ અને હનુમાન જે બંનેનો વાર છે અને પીપળ નું ઝાડ પીપ્લાદ ની યાદ આપે છે તેથી આ દિવસે પીપળ ની પૂજા કરવાથી શનિ નો પ્રકોપ ઓછો થઇ જાય છે.