-હરિદ્વાર પહેલું મેદાની ક્ષેત્ર છે જ્યાં ગંગા નદી પહાડો માંથી વહીને આવે છે.
-હરિદ્વાર કુંભ મેળાના ચાર સ્થાનો માંથી એક છે, જે દુનિયાનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક મેળાનું સાક્ષી છે.
-રોજ રાત્રે ગંગા નદીના કિનારે આરતી થાય છે જે પ્રાચીન કાળથી કોઈ પણ અંતરાળ વિના ચાલતી આવી છે.
-હરિદ્વારમાં દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ વિશ્વ વિદ્યાલય આવેલું છે, પતંજલિ યોગ પીઠની મુખ્ય શાખા પણ અહિયાં છે. આ વાસ્તવમાં બાબા રામદેવની કર્મભૂમિ છે.
-શાંતિ કુંજમાં આયુર્વેદને સૌથી સારી રીતે સમજી શકાય છે, શાંતિ કુંજ હર્બલ અને આયુર્વેદિક શોધ અને વિકાસ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.
– હરિદ્વારમાં પરદ મહાદેવ મંદિરમાં એક શિવલિંગ છે જે મરકરી ધાતુની બનેલી છે. આ મંદિર રુદ્રાક્ષના વૃક્ષ માટે પણ પ્રસિદ્ધ છે જે આ મંદિરના પરિસરમાં આવેલા છે.
-કુશ્વરતા ઘાટ એ જગ્યા છે જ્યાં લોકો પોતાના પરિવારના લોકોનું અંતિમ સંસ્કાર કરે છે. આ એ જગ્યા પણ છે જ્યાં ઋષિ દત્તાત્રેયએ એક હઝાર વર્ષ સુધી એક જ પગ પર ઉભા રહીને તપસ્યા કરી હતી.
-દક્ષ મહાદેવ મંદિર એ મંદિર છે જ્યાં દક્ષ એ યજ્ઞ કર્યો હતો જેમાં સતીએ કુદીને પોતાનો જીવ આપ્યો હતો.
-આ પ્રાચીન શહેર ૧૮૮૬ માં રેલ્વે નેટવર્ક ના રસ્તા સાથે જોડાઈ ગયું હતું.
-હરિદ્વારને કપીલસ્થન, ગંગાદ્વાર અને માયાપુરી વગેરે ઘણા નામથી ઓળખવામાં આવે છે.
– હરિદ્વાર પ્રસિદ્ધ ચાર ધામ યાત્રાનું પ્રવેશ બિંદુ છે. ભક્તો હરિદ્વારથી પોતાની ચાર ધામ તીર્થયાત્રા ચાલુ કરે છે.