મહાભારત એક એવો ગ્રંથ છે. જેમાં ભાઈ ભાઈની લડાઈ થઇ હતી. મહાભારતના પર્વમાં મહત્મા વિદુરે અમુક એવી જ્ઞાનની વાત કરી હતી. જે આજે પણ ઘણું મહત્વ રાખે છે. આ વાતોમાં જ્ઞાનની સાથે જ ધર્મની અનુસાર ઘણી બધી વાતોની વિશે કહેવામાં આવ્યું હતું.

મહાત્મા વિદુરને યમરાજનું રૂપ માનવામાં આવતું હતું. મહાત્મા વિદુરે ધર્મની અનુસાર શું ખોટું અને શું સાચું છે એનું સમજાવ્યું છે. મહાત્મા વિદુર એ પાપ અને ભૂલો વિશે પણ જણાવ્યું છે. મહાત્મા વિદુરે આ કારણોને જણાવ્યું છે કે જેના કારણે વ્યક્તિની રાતની ઊંઘ નથી આવતી.

મહાત્મા વિદુરની અનુસાર જયારે કોઈની દુશ્મની આપણાથી વધારે બળવાન વ્યક્તિથી થઇ જાય છે તો એની રાતોની ઊંઘ ઉડી જાય છે. એવામાં વ્યક્તિ દરેક સમયે એમના શત્રુથી બચવાનો ઉપાય વિચારે છે. જે કારણથી એની સતની ઊંઘ ઉડી જાય છે.

મહાત્મા વિદુરની અનુસાર જેના મનમાં કામ ભાવ જાગી જાય છે એની રાતની ઊંઘ ઉડી જાય છે તે વ્યક્તિ જ્યાં સુધી કામ ભાવનાથી તુપ્ત નથી થઇ જતો ત્યાં સુધી સુઈ શકતો નથી. કામ ભાવના ના કારણે વ્યક્તિના મનમાં અશાંત ઉત્પન્ન થાય છે.

જે વ્યક્તિની ધન-સંપતી કોઈ છીનવી લે છે તો એની ઊંઘ ઉડી જાય છે એવામાં વ્યક્તિ એમની સંપતિ મેળવવા માટે રાત દિવસ વિચારતા રહે છે. આ કારણથી એની રાતની ઊંઘ ઉડી જાય છે. જે વ્યક્તિને ચોરની આદત પડી જાય છે એ રાતમાં એને ઊંઘ નથી આવતી. કારણકે રાતમાં જ ચોર ચોરી કરવાની યોજના બનાવે છે.