ખુશખબર! અધૂરી IPL 2021 ફરીથી UAE માં આ તારીખ થી રમાશે… 10 ઓક્ટોબરે ફાઇનલ…

બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, મોકૂફ રાખવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની UAEમાં 18 અથવા 19 સપ્ટેમ્બરના રોજ ફરી શરૂઆત થશે.અંતિમ મેચ 9 અથવા 10 ઓક્ટોબરે યોજાઈ શકે છે, લીગ માટે સીઝન માટે બાકીની 31 રમતો પૂર્ણ કરવા માટે, ત્રણ અઠવાડિયાનો ટાઇમ પૂરતો હશે.

બાયો-બબલની અંદરના અનેક કોવિડ -19 કેસ આવ્યા બાદ 4 મેના રોજ આઈપીએલ મુલતવી રાખવામાં આવી હતી.

બીસીસીઆઈએ તમામ હોદ્દેદારો સાથે વાત કરી છે અને સંભવિત શરૂઆત 18 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે થઈ શકે છે. 18 સપ્ટેમ્બર એ શનિવાર અને 19 રવિવાર હોવાથી શક્યતા છે કે તમે તેને સપ્તાહના અંતમાં ફરીથી શરૂ કરવા માંગિયે છીએ, ”અધિકારીએ નામ ન આપવાની શરતો પર જણાવ્યું હતું.

ઈંગ્લેન્ડ સામેની ભારતીય ટીમની છેલ્લી ટેસ્ટ મેચ માન્ચેસ્ટર ખાતે 14 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થવાની છે. અને બીજા દિવસે, આખી ટીમને (હનુમા વિહારી અને અભિમન્યુ ઇસ્વરન સિવાય) ચાર્ટર્ડ ફ્લાઇટમાં યુ.ઇ. માટે “બબલ ટુ બબલ” માટે રવાના કરવામાં આવશે.

ભારતીય ટીમ અને ઇંગ્લિશ ખેલાડીઓ જે ઉપલબ્ધ રહેશે તે જ ચાર્ટર ફ્લાઇટમાં માન્ચેસ્ટરથી દુબઈ જશે. એ જ રીતે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ પણ કેરેબિયન પ્રીમિયર લીગ પૂર્ણ કર્યા બાદ ઉડાન ભરશે. યુકે અને કેરેબિયનથી આવનારા ખેલાડીઓ માટે ત્રણ દિવસીય ક્વોરેન્ટાઇન રહેશે એવું અધિકારીએ જણાવ્યું હતું.

ફ્રેન્ચાઇઝ અધિકારીએ પુષ્ટિ કરી છે કે બીસીસીઆઈ તરફથી આ બાબતે એક વાતચીત કરવામાં આવી છે.

“અમને બીસીસીઆઈ દ્વારા ટૂર્નામેન્ટ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. અમને 15 થી 20 સપ્ટેમ્બરની વિંડો આપવામાં આવી છે, ”એક ટીમના અધિકારીએ જણાવ્યું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer