જાણો ક્યાં દિવસ થી શરુ થશે જેઠ મહિનો અને શું છે મહત્વ

તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મ માં જેઠ મહિના ને ખુબ જ શુભ માનવામાં આવે છે, તેમજ હિંદુ કેલેન્ડર માં જેઠ મહિનો ત્રીજો મહિનો હોય છે આ મહિના માં સૂર્ય ખુબ જ તાકાતવર થઇ જાય છે, તેથી ગરમી પણ વધારે થાય છે તેમજ સૂર્ય ની જ્યેષ્ઠતા ના કારણ થી આ મહિના ને જેઠ મહિનો કહેવામાં આવે છે. જયેષ્ઠા નક્ષત્ર ના કરણ થી પણ આને જ્યેષ્ઠ કહેવામાં આવે છે. આ મહિનામાં ધર્મ નો સંબંધ પાણી થી જોડવામાં આવે છે જેનાથી પાણી નું સરંક્ષણ કરી શકાય. આ મહિના માં સૂર્ય અને વરુણ દેવ ની ઉપાસના વિશેષ ફળદાયી અને લાભકારી થઇ જાય છે તેમજ આ વખતે આ જ્યેષ્ઠ નો મહિનો ૧૯ મે થી આરંભ થઈને ૧૭ જુન સુધી રહેશે. આજે અમે તમને જેઠ મહિના થી જોડાયેલી અમુક વિશેષ વાતો વિશે કહેવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ.

તમને જણાવી દઈએ કે જેઠ મહિનો વૈશાખ મહિના પછી આવે છે, તેમજ જો અંગ્રેજી કેલેન્ડર ની વાત કરીએ તો આ મહિનો હંમેશા જ જુન અને મે ના મહિના માં જ પડે છે. એવું પણ માનવામાં આવે છે કે, જેઠ પૂર્ણિમા ના દિવસે જ ચન્દ્રમા જેઠ નક્ષત્ર માં હોય છે તેથી આ મહિના ને જેઠ નું નામ આપવામાં આવ્યું છે. આ મહિના માં વાતાવરણ અને શરીર માં પાણી નું સ્તર પડવા લાગે છે અને પાણી નો સાચો અને પર્યાપ્ત પ્રયોગ કરવો જોઈએ. તેમજ સ્ટ્રોક અને ખાવા પીવા ની બીમારીઓ થી બચાવ આવશ્યક હોય છે.

તેમજ જેઠ મહિના ના મંગળવાર ના દિવસે પવન પુત્ર હનુમાનજી ની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, આ દિવસે હનુમાનજી ને તુલસી દળ ની માળા અર્પિત કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે, સાથે સાથે જ હલવો પૂરી અથવા મીઠી વસ્તુ નો ભોગ પણ હનુમાનજી ને લગાવવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer