જે લોકોએ વૉટસપ પોલિસી ને એપૂર્વ નથી કરી એ લોકોની એપમાં બંધ થશે કાલ થી આ બધા ઓપશન

નવી પોલિસીને લઈ યુઝર્સને એક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે વ્હોટ્સેપ (WHATSAPP) તેના પ્રાઈવેટ ચેટ્સ ફેસબુક સાથે શેર કરશે. આ મેસેજ વાંચ્યા બાદ યુઝર્સ વ્હોટ્સેપ પર રોષે ભરાયા હતા. એટલું જ નહીં ઘણા લોકોએ તો વ્હોટ્સેપ છોડી અન્ય પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ ગયા. કંપનીએ આ પોલિસીને પગલે અનેકવાર સ્પષ્ટતા આપવી પડી. જો કે હવે કંપનીએ ફરી એકવાર યુઝર્સ સામે પોતાની પોલિસી સ્વીકારવા માટે નોટિફિકેશન આપી રહ્યાં છે.

જે યુઝર વ્હોટ્સેપની નવી પોલિસીનો સ્વીકાર નહીં કરે તેઓ કોઈ પણ વ્યક્તિને મેસેજ કરી શકશે નહીં. થોડા દિવસોમાં આ યુઝર્સનું એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવશે. આથી તેના જૂના ચેટ પણ ડિલીટ થઈ જશે. લગભગ 3 મહિના સુધી એકાઉન્ટ ઈનેક્ટિવ રહેતા કંપની એકાઉન્ટ બંધ કરી દેશે.

પરંતુ તાજેતરમાં મળેલા update મુજબ આ અંગે હવે whatsapp એ પીછેહઠ કરી હોય તેવું લાગે છે whatsapp ના પપ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે કોઈ એકાઉન્ટ કે જે whatsapp ની નવી પ્રાઇવસી પોલિસીની એક્સેપ્ટ નહીં કરે તેને ડિલીટ નહીં કરવામાં આવે પરંતુ તેને બદલે તે whatsapp ના તમામ ફીચર્સનો ઉપયોગ નહીં કરી શકે.

એટલે કે હવેથી whatsapp આવા યુઝર્સને લિમિટેડ functionality mode માં નાખી દેશે કે જેની અંદર ના તો યુઝર્સ કોઈને વિડીયોકોલ અથવા વોઈસ કોલ કરી શકશે ; ના તો બીજા કોઈ નો વિડીયો કોલ અથવા વોઇસ સ્કૂલ ઉપાડી શકશે. આ ઉપરાંત તે પોતાના ચેટલિસ્ટ ને એક્સેસ પણ નહીં કરી શકે અને કોઈને મેસેજ પણ નહીં કરી શકે અથવા તો કોઇના મેસેજ નો રીપ્લાય પણ નહીં આપી શકે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer