Post Office ની આ યોજના છે જબરદસ્ત! હવે ઝેરો રિસ્ક પર મેળવો 16 લાખ રૂપિયા…

મોટાભાગે દરેક વ્યક્તિએ કેવું સુરક્ષિત રોકાણ કરવા માંગે છે. જ્યાં ઓછા જોખમની સાથે વધુ સારું વળતર મળે, ઉપરાંત પોતાના પૈસા સુરક્ષિત રહે. ઈક્વિટી માર્કેટમાં જોખમ ઊંચું હોવાથી વળતર પણ અન્ય રોકાણો ઉત્પાદન કરતા વધુ હોય છે. પરંતુ દરેક વ્યક્તિ જોખમ લઈ શકતી નથી. આવી સ્થિતિમાં જો તમે એક એવું રોકાણ ઇચ્છતા હોવ તો જ્યાં જોખમ ન હોય પણ નફો હોય. તો એના માટે પોસ્ટ ઓફિસ તમારા માટે વધુ સારી છે.

જે લોકો જોખમ લેવા માંગતા નથી એમના માટે પોસ્ટ ઓફિસની નાની બચતની યોજનાઓ શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. તો આજે અમે તમને એક એવા રોકાણ વિશે જણાવીશું જેમાં જોખમ નહિવત હોય, પણ વળતર સારું હોય. એમાંનો એક માર્ગ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ નો છે.

પોસ્ટ ઓફિસમાં R D માં રોકાણ કરવા વિશે – પોસ્ટ ઓફિસમાં આર. ડી. ડિપોઝિટ એ નાના હપ્તાઓ જમા કરાવવા માટે અને સારા વ્યાજદર માટેની સરકારી બાયધરીકૃત યોજના છે. આમાં તમે ફક્ત સો રૂપિયાની નાની રકમથી જ રોકાણ કરી શકો છો. આમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. તમે એમાં જોઈએ એટલા પૈસા જમા કરી શકો છો.

આ યોજનામાં પાંચ વર્ષ માટે ખાતુ ખોલવામાં આવે છે. પરંતુ બેંકો છ મહિના, એક વર્ષ, બે વર્ષ ત્રણ વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ ખાતા ની સુવિધા આપે છે. તેમાં જમા કરાવેલા નાણાં પર દર વર્ષે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. અને એ દર વર્ષે તમારા ખાતામાં ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત ઉમેરવામાં આવે છે.

વ્યાજ વિશે જાણકારી – હાલમાં રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર 5.8 % ટકા વ્યાજ મળે છે. આ નવોદય પહેલી એપ્રિલ 2020 થી લાગુ કરવામાં આવ્યો છે.

દર મહિને જો તમે 10 હજાર મૂકો તો તમને 16 લાખ મળશે – જો તમે દસ વર્ષ માટે પોસ્ટ ઓફિસ સ્કીમ માં દર મહિને દસ હજાર રૂપિયાનું રોકાણ કરો તો, દસ વર્ષ પછી તમને 5.8% ના દરે 16 લાખ રૂપિયાથી વધુ મળશે.

મહત્વની બાબતો – તમારા ખાતામાં નિયમિત રીતે પૈસા જમા કરાવવાના રહે છે. જો તમે પૈસા જમા નહિ કરાવો તો તમારી દર મહિને એક ટકાનો દંડ ભરવો પડે છે, અને ચાર હપ્તા ચુકી જાવ તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે.

પોસ્ટ ઓફિસ આર.ડી પર ટેક્સ – રિકરિંગ ડિપોઝિટ રોકાણ પર TDS કાપવામાં આવે છે, એમાં જો થાપણ 40 હજાર કરતા વધી જાય તો વાર્ષિક 10 ટકાના દરે ટેક્સ વસૂલ કરવામાં આવે છે. સાથે RD પર મળતું વ્યાજ પણ કરપાત્ર છે.

પોસ્ટ ઓફિસ સિવાય સરકારી અને ખાનગી બેંકો પણ રિકરિંગ ડિપોઝિટ ની સુવિધા પૂરી પાડે છે. બેંકોની રિકરિંગ ડિપોઝિટ – HDFC બેન્ક 5.50 % 90/120 મહિના, SBI બેન્ક 5.40 % 5 વર્ષથી 10 વર્ષ, યસ બેન્ક 7.00 % 12 મહિનાથી 33 મહિના, એક્સીસ બેન્ક. 5.50 % 5 વર્ષથી 10 વર્ષ

Leave a reply:

Your email address will not be published.

Site Footer