સોમવારના દિવસે કરો આ એક ઉપાય, જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીઓ થઇ જશે દુર….

સોમવાર ને ભગવાન શંકરનો સૌથી પ્રિય વાર કહેવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શંકર ખૂબ જ ભોળા ભગવાન છે અને આથી જ તેને ભોલેનાથ નામ આપવામાં આવ્યું છે. જો કોઈ પણ ભક્ત સાચા દિલથી ભગવાન શંકરની પૂજા અર્ચના કરે તો તેના કારણે ભગવાન શંકરને પ્રસન્ન કરી શકે છે.

અને પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સોમવારના દિવસે કરવામાં આવતા અમુક એવા ઉપાયો વિશે કે જેના કારણે તમારા ભાગ્ય ની અંદર રહેલી દરેક પરેશાનીઓ થઈ જશે દૂર, તો ચાલો જાણીએ સોમવારના ઉપાયો વિશે.

પહેલો ઉપાય સોમવારના દિવસે તમારે સવારે વહેલા ઉઠી તમારી બધી જ ક્રિયાઓ પૂર્ણ કરી ત્યારબાદ શંકર મંદિર ની અંદર જવું પડશે. ત્યારબાદ ભગવાન શંકરને કાચા દૂધનો અભિષેક કરવો અને અભિષેક કર્યા બાદ શિવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી માત્ર થોડા દિવસોની અંદર તમારા જીવનમાં આવી રહેલા બધા જ સંકટો દૂર થઈ જશે અને તમારી બધી જ પરેશાનીઓ હલ થઈ જશે.

બીજો ઉપાય ભગવાન શંકરના વાર એટલે કે સોમવારના દિવસે જો ભગવાન શંકરની સાથે સાથે માતા પાર્વતી અને નંદીને ગંગાજળ દ્વારા સ્નાન કરાવવામાં આવે અથવા તો ગંગાજળનો અભિષેક કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિને તેનું શુભ પરિણામ મળે છે. ભગવાન શંકર માતા પાર્વતી અને નંદીને ગંગાજળનો અભિષેક કર્યા બાદ લાલ ચંદન ચોખા બિલીપત્ર ધતૂરો અને આકડાના ફળ ચડાવવા જોઈએ.

ત્યારબાદ જો 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો તેના કારણે ભગવાન શંકરની સાથે સાથે માતા પાર્વતીની કૃપા પણ તમારા ઉપર બની રહે છે. ત્રીજો ઉપાય સોમવારના દિવસે મહાદેવના મંદિરમાં થી આ પૂજાવિધિ કર્યા બાદ મંદિરમાંથી બહાર નીકળી કોઈપણ ગાયને લીલો ચારો ખવડાવવો જોઇએ.

સાથે સાથે ગરીબોને ભોજન અથવા તો યથાશક્તિ દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન શંકર તમારા ઉપર જલ્દીથી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. સોમવારના દિવસે ભગવાન શંકર ની લીંક ઉપર શેરડીના રસનો અભિષેક પણ ખૂબ આનંદદાયી હોય છે.

ચોથો ઉપાય સોમવારના દિવસે જો કોઈ પણ સુહાગણ સ્ત્રી પોતાના સુહાગની નિશાની ધરાવતી વસ્તુઓનું દાન કરે તો તેના કારણે તે સ્ત્રી ઉપર ભગવાન શંકર પ્રસન્ન થાય છે. અને સાથે સાથે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer