જાણો જ્યોતિષ શાસ્ત્ર મુજબ શરીરના અંગો પર રહેલા વાળ કઈ વાતનો સંકેત આપે છે

ઘણા લોકોના કાન પર વાળ હોય છે. જો કે આ એક સામાન્ય વાત છે. આપણને આવા લોકો ખુબ આસાનીથી મળી જાય છે જેઓના કાન પર વાળ હોય છે. અમુક લોકોના શરીર પર જન્મની સાથે જ ખુબ જ વાળ હોય છે.હાથ-પગથી લઈને ચેહરા સુધી સામાન્ય કરતા વધારે વાળ હોય છે,આવા લોકોની આઈબ્રો પણ એકબીજાની વચ્ચે ભેગી થયેલી હોય છે.

કહેવાય છે કે જેની આઈબ્રો વચ્ચેથી ભેગી થયેલી હોય છે તેવા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે પણ જો તમારા કાન પર વાળ છે તો તે તમારા માટે એક ચિંતાનો વિષય છે. જો તમારા કાન પર પણ વાળ છે તો સાવધાન થઇ જાવ કેમ કે તેનાથી તમે જાનલેવા બીમારીના શિકાર પણ થઇ શકો છો.

વાસ્તવમાં કાન પર વાળનું હોવું સામાન્ય બાબત નથી,તેનાથી સ્વાસ્થ્યને ખુબ ખતરો આવી શકે છે. જો જન્મથી જ વાળ હોય તો તેને આનુવંશિક માની શકાય છે.જો તેના પિતા કે દાદાના કાન પર વાળ હોય છે તો તેની આવનારી પેઢી પર પણ તેની અસર જોવા મળે છે.

રિસર્ચના આધારે જે લોકોના કાન પર વાળ હોય છે, તેઓ હૃદય રોગથી પીડિત હોય છે, મોટાભાગે આવા લોકોને હૃદયનો હુમલો ગમે ત્યારે આવી શકે છે.1973, Dr. Sanders T. Frank અને તેની ટિમના રિસર્ચ દ્વારા એ સામે આવ્યું હતું કે એવા લોકોમાં હાર્ટ એટેકની સમસ્યા વધારે હતી જેઓના કાન પર વધારે વાળ હતા.

જો વાળ વધતી ઉંમરની સાથે વધવા લાગે તો વ્યક્તિએ સાવધાન થાવાની જરૂર છે. કેમ કે તે વધતી ઉંમરની સાથે ગંભીર બીમારીની ખાસ ચેતવણીના તરફ ઈશારો કરે છે. કાન પર વાળ હોવાની સમસ્યા આજના સમયમાં ભાગદોડ ભરેલા જીવનને લીધે પણ થઇ શકે છે પણ સૌથી વધુ આ સમસ્યા સિગરેટ પીનારા લોકોમાં જોવામાં આવી રહી છે. આ સિવાય ખરાબ લાઈફસ્ટાઇલ,પૌષ્ટિક આહાર ન લેવો, સમય પર ભોજન ન કરવું વગેરે જેવી બાબતો પણ કાન પર વધારે વાળ હોવા માટે જવાબદાર છે.

શોધના અનુસાર અમુક એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો જેઓના કાન પર વાળ હતા. જેમાના અમુક એવા હતા જેઓના કાન પર થોડા ઘણા વાળ હતા જ્યારે બીજી તરફ એવા લોકો પણ હતા જેઓના કાન પર વધારે પડતા જ વાળ હતા.રિસર્ચ ટીમે જણાવ્યું કે જે લોકોના કાન પર વધારે વાળ હોય છે એવા લોકોમાં હૃદયના હુમલા આવવવાની સમસ્યા વધારે જણાઈ હતી.

રિસર્ચકર્તાઓએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પોતાની જીવનશૈલી યોગ્ય બનાવાની અને સિગરેટ જેવી આદતોને છોડવાની સલાહ આપી છે.આ સિવાય આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના અન્ય ઉપાયો પર રિસર્ચ કરવાની વાત કહેવામાં આવી છે.

આ સિવાય જ્યોતિષ શાસ્ત્રની જ એક શાખા સામુદ્રિક શાસ્ત્રના આધારે શરીરીના અંગોને જોઈને તેઓના ગુણો અને અવગુણો વિશે ઘણી બાબતો જણાવી શકાય છે. એવામાં શરીરની પાંચ જ્ઞાનેન્દ્રિઓમાં શામિલ કાનના આકાર-પ્રકારના આધારે પણ કોઈપણ લોકોનું વ્યક્તિત્વ અને ભવિષ્ય નક્કી થાય છે. આવો તો શાસ્ત્રના આધારે તમને જણાવીએ કે કાનની બનાવટના આધારે વ્યક્તિનું ભવિષ્ય કેવું છે.

જો કોઈ વ્યક્તિના કાન ખુબજ નાના છે તો તેઓ ભગવાન ભરોસે હોય છે. તેઓ કામ કરવાને બદલે ભગવાન પર બધું છોડી દેવામાં અને ભગવાનમાં વિશ્વાસ કરવાનું માને છે. પણ આવા લોકોને બીજાઓ પાસેથી પોતાનું કામ કઢાવવાનું ખુબ સારી રીતે આવડતું હોય છે. આવા લોકો લાલચી અને ચંચળ સ્વભાવના માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિના કાન લાંબા છે તો તેઓ પરિશ્રમી અને વિચારશીલ હોય છે. લાંબા કાન બળ-બુદ્ધિનું પ્રતીક છે. આવો વ્યક્તિ ધનવાન પણ હોય છે. આવા લોકો પુરા લગનની સાથે કામ કરે છે અને સમય પર કામ પૂરું કરવાનું પસંદ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer