કિડની શરીરનું એક ખુબ જ અગત્યનુ અંગ છે. શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરી તેમાંથી પાણી, સોડિયમ, પોટાશિયમ તથા બીજા અગણિત પદાર્થો ગાળીને પેશાબ રૂપે શરીરની બહાર ફેંકવામાં આવે છે. તે એક દિવસ માં 1200 લીટર લોહી શુદ્ધ કરે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી હોર્મોન્સ, હિમોગ્લોબીન, કેલ્શિયમ, મેટાબોલિઝ્મ માં પણ કિડની ની મોટી ભૂમિકા છે.
કિડનીમાં મૂત્રવાહીની (URETER ), મૂત્રાશય (Urinary Bladder )અને મૂત્રનલિકા (Urethra ) જેવી રચના આવેલી હોય છે જે રુધિરનું ગાળણ કરે છે. આપણી કિડની શરીરમાં સંતુલન જાળવી રાખવામાં ઘણું કામ કરે છે. તે શરીરમાં ભેગા થતા કચરાને ફિલ્ટર કરી યુરિનના રસ્તે બહાર કાઢી દે છે. તે શરીરમાં પાણીની માત્રા, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમની માત્રા (ઈલેક્ટ્રોલાઈટ્સ)ને સંતુલિત કરે છે. સાથે જ વધારાના એસિડ તેમજ ક્ષારનું સંતુલન જાળવી રાખવાનું કામ કરે છે.
શરીરમાં કિડનીનું મુખ્ય કામ લોહીનું શુદ્ધિકરણ કરવાનું છે. જ્યારે બીમારીને કારણે બંને કિડની પોતાનું સામાન્ય કાર્ય ન કરી શકે, તો કિડનીની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે, જેને આપણે કિડની ફેલ્યોર કહીએ છીએ. આ મામલે ભારત ટોપ પર છે અને દુનિયામાં પણ આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે.
ભારતમાં પ્રત્યેક 10માંથી એક વ્યક્તિને કોઈને કોઈ રૂપમાં ક્રોનિક કિડનીની બીમારી થવાની શક્યતા હોય છે.જોકે, આપણે કિડની ફેલ થતી ઘણી હદ સુધી રોકી શકીએ છીએ. ચાલો, જાણીએ આપણી જીવનશૈલી સાથે સંલગ્ન એવી કેટલીક ખરાબ આદતો વિશે જે આપણી કિડનીને ખરાબ કરી શકે છે.
સવારે ઉઠીને સૌથી પહેલા પેશાબ કરો, કેમકે આખી રાત યુરિનની થેલી ભરાઈ જાય છે અને જ્યારે આપણે સવારે પેશાબ નથી કરતા તો આપણી કિડની પર દબાણ ઊભું થાય છે, જે કિડની માટે સારું નથી હોતું. જ્યારે વ્યક્તિ યોગ્ય માત્રામાં પાણી નથી પીતો, તો આ ઝેરી તત્વ શરીરમાં એકઠા થવાનું શરૂ થઈ જાય છે, જે શરીરને ઘણા રોગ આપી શકે છે.
ધૂમ્રપાન તેમજ તંબાકૂના સેવનથી ઘણી ગંભીર સમસ્યાઓ થયા છે (ખાસ કરીને ફેફડાં સંબંધી રોગ). પરંતુ તેના કારણે એથેરોસ્કલેરોસિસ રોગ પણ થાય છે. જેનાથી રક્ત નળીઓમાં રક્તનું ભ્રમણ ધીમું પડી જાય છે અને કિડનીમાં લોહી ઓછું જવાથી તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. એટલે ધૂમ્રપાન અને તંબાકૂનું સેવન ન કરો. વધુ પડતો દારૂ પીવાથી આલ્કોહોલ કિડનીઓને સંપૂર્ણ રીતે ડેમેજ કરી શકે છે, કેમકે તેમાં વધુ માત્રામાં ટોક્સિન હોય છે.
મીઠામાં સોડિયમ ઘણી માત્રામાં હોય છે અને જ્યારે આપણે ખાવામાં જરૂર કરતા વધુ મીઠું નાંખીએ છીએ, તો તેને બોડીમાંથી બહાર કાઢવામાં કિડનીને ઘણી મુશ્કેલી પડે છે. તેનાથી કિડની પર દબાણ ઊભું થાય છે. જો તમે લાંબા સમયથી પેનકિલર્સ લઈ રહ્યા છો, તો તેનાથી કિડનીઝના કામ પર અસર પડે છે. શરીરમાં લોહીની ઉણપ પણ થઈ શકે છે. તો વધુ પ્રોટીન ખાવાથી પણ કિડની પર ખરાબ અસર પડી શકે છે. કિડની એક નાજૂક અંગ છે, એટલે વધુ પ્રોટીનથી તે ડેમેજ થઈ શકે છે.
સપ્તાહમાં ઓછામાં ઓછા પાંચ વખત જોગિંગ, સાઈકલિંગ કે તરવા જેવી સામાન્ય તીવ્રતાવાળી કરરત કરો. પાન ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતમાં કિડની રોગોના 50 ટકા મામલામાં તેનું કારણ જાડિયાપણું હોવાનું જણાયું છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કિડની ફેલ થવાનું સૌથી મોટું કારણ છે. ઘણા લોકો શરીરથી જાડા નથી હોતા, પરંતુ તેમનું પેટ બહાર નીકળેલું હોય છે. ક્રોનિક કિડની ડિસીઝનું સૌથી મોટું કારણ આ ફુલેલું પેટ છે.